રાજપથમાં સ્વિમિંગ કોમ્પિટીશનમાં તગડી ટક્કર, 3થી 80 વર્ષના તરણવીરોનો જલવો
કોમ્પિટીશન તો ઘણી બધી યોજાતી હોય છે. પરંતુ, એ કોમ્પિટીશન સ્પેશિયલ ત્યારે બને જ્યારે એમાં કંઈ એવું હોય જે બીજી બધી કોમ્પિટીશન કરતા અલગ હોય. હંમેશા કંઈક ઈનોવેટીવ, ડિફરન્ટ એન્ડ એડવેન્ચરીયસ એક્ટિવિટી કરવા માટે જાણીતા અમદાવાદના રાજપથ ક્લબમાં પણ આ વખતે યોજાઈ જોરદાર કોમ્પિટીશન.
રાજપથ ક્લબમાં 19 જૂન રવિવારે યોજાયેલી સ્વિમિંગ કોમ્પિટીશનમાં ખાસ વાત એ હતી કે તેમાં 3 વર્ષના નાના બાળકો, યુવાનો, યુવતીઓથી લઈ 80 વર્ષ સુધીના સિનિયર સિટીઝનની પણ તગડી ટક્કર થઈ. આ તગડી કોમ્પિટીશનમાં નાના ભૂલકાઓની જેમ સિનિયર સિટીઝને પણ પાણીની લહેરોને ચીરીને જીતની બાજી પોતાના નામે કરી.
આ કોમ્પિટીશન તો જોરદાર હતી જ પણ તેમાં ભાગ લેનારા તમામ લોકોનો ઉત્સાહ વધારવા માટે રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ જગદીશભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. વિક્રમ શાહ, સેક્રેટરી મિશાલ પટેલ અને ટ્રેઝરર ફેનિલ શાહ હાજર રહ્યા તેમજ તમામ લોકોને મોટિવેટ કર્યા હતા.
રાજપથ ક્લબમાં ટ્રેનિંગ માટે યોગ્ય વ્યવસ્થા
રાજપથ ક્લબમાં સ્વિમિંગ માટે સારી તાલીમની સાથે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવામાં આવે છે. જેના કારણે અહીં સ્વિમિંગ શીખવા આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિતના લોકોને સારી રીતે શીખી શકે અને સારું પ્રદર્શન કરી શકે છે.