Swiggyના ડિલિવરી બોયનું કૃત્ય CCTVમાં કેદ, દરવાજા પર આ શું કર્યું? જુઓ વીડિયો
- ગુરુગ્રામના એક ફ્લેટમાં સામાનની ડિલિવરી કરવા આવેલા સ્વિગીના ડિલિવરી બોયે કઇંક એવું કર્યું કે જે કોઈએ વિચાર્યું પણ ન હોય
નવી દિલ્હી, 12 એપ્રિલ: ઓનલાઈન શોપિંગનો જમાનો છે અને લોકો નાની-નાની વસ્તુઓ પણ ઓનલાઈન ઓર્ડર કરવા લાગ્યા છે. આવી પરિસ્થિતિઓમાં, ઘણી વખત સુરક્ષા એક મોટો મુદ્દો બની જાય છે. ક્યારેક ઓનલાઈન છેતરપિંડી, ક્યારેક ડિલિવરી દરમિયાન અનિયમિતતા અને ક્યારેક ડિલિવરી બોયનું ખરાબ વર્તન મુદ્દાઓ બની જાય છે. હાલમાં જ નવી દિલ્હીના ગુરુગ્રામમાં એક વ્યક્તિ સાથે કંઈક આવું જ બન્યું છે. ગુરુગ્રામના એક ફ્લેટમાં કેટલાક સામાનની ડિલિવરી કરવા આવેલા સ્વિગી ઇન્સ્ટામાર્ટ ડિલિવરી બોયે કઇંક એવું કર્યું કે જે કોઈએ વિચાર્યું પણ ન હોય. જેમાં બોય આ સામાનની ડિલિવરી કરીને બાદમાં કોઈ જોવે નહીં તે રીતે ફ્લેટ બહાર રાખેલા બુટ લઈને નીકળી જાય છે. પરંતુ ડિલિવરી બોયને જાણ ન હતી કે તેની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Swiggy’s drop and PICK up service. A delivery boy just took my friend’s shoes (@Nike) and they won’t even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx
— Rohit Arora (@_arorarohit_) April 11, 2024
સમગ્ર ઘટનામાં શું થયું ?
વાયરલ વીડિયો આ રીતે શરૂ થાય છે જ્યારે નવી દિલ્હીના ગુરગ્રામમાં આવેલા એક ફ્લેટની બહાર સ્વિગીનો ડિલિવરી બોય પહોંચે છે અને બેલ વગાડે છે. દરવાજો ન ખુલે ત્યાં સુધી તે નીચે પડેલા બુટને જોતો રહે છે. થોડા સમય પછી એક મહિલા આવે છે અને ઓર્ડર લે છે અને ત્યારબાદ દરવાજો બંધ થઈ જાય છે પરંતુ તે ડિલિવરી બોય હજુ પણ ત્યાં જ ઊભો છે. આ પછી, તે તેના માથા પર વીંટેલો ટુવાલ ઉતારે છે અને તેનાથી પોતાનો ચહેરો લૂછી નાખે છે. તે થોડી સીડીઓ ઉતરે છે અને આજુ-બાજુમાં જુએ છે. પછી તે પાછો આવે છે અને નીચે રાખેલા Nikeના મોંઘા બુટ ઉપાડે છે અને ટુવાલમાં બુટને લપેટીને નીકળી જાય છે.
રોહિત નામના વ્યક્તિએ ઘટનાનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરતાં લખ્યું છે કે, “સ્વિગીના ડિલિવરી બોય મારા મિત્રના મોંઘા Nikeના બુટ લઈ ગયો અને સ્વિગી મને તેનો કોન્ટેક્ટ નંબર પણ આપી રહી નથી. ફરિયાદનો ચેટ સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેનો કંપનીએ જવાબ આપ્યો ન હતો.” જો કે, વ્યક્તિની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સ્વિગીએ તરત જ જવાબ આપ્યો છે. સ્વિગીએ લખ્યું કે, ‘અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ. DM પર અમારો સંપર્ક કરો, જેથી અમે તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ.’
વીડિયો પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
વ્યક્તિની પોસ્ટ પર લોકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે. વીડિયો પર એક યુઝરે લખ્યું કે, “તેના Nikeના શૂઝની કિંમત રિફંડ કરો. તેઓ સસ્તા નથી અને તેને આ રીતે ગુમાવવા કોઈ મજાક નથી.” તો બીજા યુઝરે લખ્યું કે, “આવી રીતે તો ઘરમાંથી કોઈપણ વસ્તુ ચોરી થઈ શકે છે.” ઘણા લોકોએ ફરિયાદ ચેટ વિશે કહ્યું કે, “સ્વિગીએ જવાબ આપવો જોઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે.“
આ પણ જુઓ: ઈલોન મસ્કે ફેસબુક પર લગાવ્યો મોટો આરોપ, જાહેરાતને લઈને કહી આ વાત