બિઝનેસ

swiggy એ હોળી પર આપી એવી જાહેરાત કે લોકો ભડક્યાં, જાણો શું છે મામલો

Text To Speech

હોળી પર ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીને લઈને હોબાળો થયો છે. હોળીના તહેવાર પર સ્વિગીની જાહેરાતની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ સ્વિગીને હિન્દુફોબિક કહીને સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે.

સ્વીગી જાહેરાત-humdekhengenews

swiggy એ હોળી પર ઈંડાની કરી જાહેરાત

જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઓમેલેટ – સની સાઇડ-અપ – ખરાબ રમશો નહીં Instamart પરથી હોળી માટે જરૂરી વસ્તુઓ મેળવો. હોળી પર સ્વિગીની આ જાહેરાતને લઈને ઘણા લોકો નારાજ થયા છે. આ જાહેરાતને લઈને લોકો સોશિયલ મીડિયા પર સ્વિગીને હિન્દુફોબિક કહેવાનું શરૂ કર્યું છે. આ સાથે ટ્વિટર પર #HinduPhobicSwiggy હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો. તેમજ ટ્વીટમાં લોકોએ Swiggyનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે.

લોકોએ Swiggyનો કર્યો વિરોધ

Swiggyની આ જાહેરાતને લઈને “યુટ્યુબર એલ્વિશ યાદવે, ભગવા ક્રાંતિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રાચી સાધ્વીએ પણ #HinduPhobicSwiggy હેશટેગને ટ્રેન્ડ કરવાની અપીલ કરી હતી એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને કહ્યું, “એડ બેનર ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ લગાવવામાં આવ્યા હતા અને આ વિરોધ બાદ હવે તેને હટાવી દેવામાં આવ્યા છે.

સ્વિગી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

આ જાહેરાત પર સ્વિગી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય અને કચ્છ સંત સમાજના ભૂતપૂર્વ પ્રમુખે લખ્યું, “હે @swiggy, હિંદુ તહેવારો પર આવું જ્ઞાન આપવું ઠીક નથી. તમારી હોળીની રીલ્સ અને બિલબોર્ડ હોળી વિશે ખોટી છાપ ઉભી કરી રહ્યા છે. તમારે માફી માંગવી જોઈએ અને તેની સામે પગલાં લેવા જોઈએ.”

આ પણ વાંચો : અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન ફેલાયું, આ હોસ્પિટલમાં 15 દિવસમાં 2,500થી વધુ દર્દી આવ્યા

Back to top button