ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સેક્સને રમત તરીકે ગણનાર સ્વીડ પહેલો દેશ? જાણો શું છે વિગત

Text To Speech
  • શું સ્વીડને સત્તાવાર રીતે સેક્સને રમત જાહેર કરી છે?
  • અગાઉ એપ્રિલમાં સેક્સ કોન્ટેસ્ટનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો
  • યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ 8 જૂનથી શરૂ થવાની હતી

આ અઠવાડિયાની શરૂઆતમાં, સ્વીડિશ સેક્સ હરીફાઈના સમાચારે ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યુ છે. અહેવાલો સૂચવે છે કે નવી જાહેરાત પ્રમાણે ‘રમતમાં’ ઘણા વિભાગો હશે જે દિવસમાં છ કલાક સુધી ચાલશે. અને તેમાં પ્રેક્ષકોના મત અને સ્પર્ધાત્મક જાતીય વિનિમયનો સમાવેશ થાય છે. પરંતુ જેમ જેમ આ સમાચારે વેગ પકડ્યો તેમ તેમ ફેક્ટ-ચેકર્સે સ્પષ્ટતાઓ આપવાનું શરૂ કર્યું. જો કે દાવામાં સત્ય છે – આ વર્ષે એપ્રિલમાં સેક્સ કોન્ટેસ્ટનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

સ્વીડિશ ફેડરેશન ઑફ સેક્સે કથિત રીતે રાષ્ટ્રીય રમતગમત સંઘના સભ્ય બનવા માટે અરજી કરી

સ્વીડિશ ફેડરેશન ઑફ સેક્સે કથિત રીતે રાષ્ટ્રીય રમતગમત સંઘના સભ્ય બનવા માટે અરજી કરી હતી, જેના વડા ડ્રેગન બ્રાટિક હવે આ સ્પર્ધાને શરૂ કરાવા પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ 8 જૂનથી શરૂ થવાની હતી અને તે છ અઠવાડિયા સુધી ચાલશે. પ્રતિભાગીઓ તેમની મેચના સમયના આધારે દરરોજ 45 મિનિટથી 1 કલાક સુધી જાતીય પ્રવૃત્તિમાં જોડાશે.

દર્શકો સેક્સ સ્પર્ધાઓના નિર્ણયને પણ પ્રભાવિત કરશે

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દર્શકો સેક્સ સ્પર્ધાઓના નિર્ણયને પણ પ્રભાવિત કરશે અને જાતીય પ્રવૃત્તિના ઘણા પાસાઓ પર ધ્યાન આપશે. વિજેતાઓ અંગેનો અંતિમ નિર્ણય કપલ વચ્ચેની કેમેસ્ટ્રી, સેક્સ વિશેની જાણકારી, સ્ટેમિના લેવલ વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવશે.

સહભાગીઓને ‘કામસૂત્ર’ વિશેના તેમના જ્ઞાનના આધારે પોઈન્ટ મળશે

અહેવાલમાં પણ સહભાગીઓના ‘કામસૂત્ર’ – સેક્સ અને લૈંગિકતા પરના સંસ્કૃત પાઠના જ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમાન્ય રીતે આ નિર્ણયમાં ભૂમિકા ભજવી શકે છે, સહભાગીઓને ‘કામસૂત્ર’ વિશેના તેમના જ્ઞાનના આધારે પોઈન્ટ મળશે. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાએ વેગ પકડ્યો છે, લોકો સેક્સ-સંબંધિત અવરોધોને દૂર કરવાના પગલાને સમર્થન આપે છે, જ્યારે અન્ય લોકોએ શંકા વ્યક્ત કરી છે.

Back to top button