ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ તારીખે યોજાશે દિલ્હીમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ, રામલીલા મેદાનમાં થશે કાર્યક્રમ

Text To Speech

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2025: દિલ્હીમાં 20 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. રામલીલા મેદાનમાં આ ખાસ સમારંભનું આયોજન કરવામાં આવશે. સોમવારે થનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક રદ થઈ ગઈ છે. હવે 19 ફેબ્રુઆરી, બુધવાર સાંજે 5 વાગ્યે લગભગ ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે અને 20 ફેબ્રુઆરી, ગુરુવારે શપથગ્રહણ સમારંભ યોજાશે. શપથ ગ્રહણનો કાર્યક્રમ રામલીલા મેદાનમાં આયોજીત થશે.

રામલીલા મેદાન સંભવિત સ્થળમાંથી એક

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારંભ રામલીલા મેદાનમાં યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત 8 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. પોલીસ સૂત્રોએ રવિવારે જણાવ્યું કે, રામલીલા મેદાન આ સંભવિત સ્થળમાંથી એક છે, જેના પર વિચાર થઈ રહ્યો છે.

દિલ્હીમાં ભાજપને મળી છે 48 સીટો

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં ભાજપને 70 વિધાનસભા સીટોમાંથી 48 સીટ મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 22 સીટો મળી છે. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ કારણે શપથ ગ્રહણ સમારંભ ખૂબ જ ભવ્ય રહેવાનો છે.

હજુ નક્કી નથી થયું મુખ્યમંત્રીનું નામ

જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે દિલ્હીમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી કોણ બનશે. દિલ્હીમાં મુખ્યમંત્રીના નામને લઈને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓની કેટલીય બેઠકો થઈ ગઈ છે. આ બેઠકો બાદ જ સીએમના નામ પર અંતિમ મહોર લાગશે.

આ પણ વાંચો: ખાલી 5 રુપિયામાં દરરોજ અનલિમિટેડ ડેટા વાપરી શકશો, BSNLએ ગ્રાહકોને મોજ કરાવી દીધી

Back to top button