ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાતિ માલિવાલનો હાથ પકડીને સુરક્ષાકર્મીઓ CMના ઘરની બહાર લાવ્યા, જુઓ નવો વીડિયો

  • ઘરના CCTV સાથે છેડછાડ થઈ હોવાનો સ્વાતિનો આરોપ 

નવી દિલ્હી, 18 મે:આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તણૂકનો મામલો સતત જોર પકડી રહ્યો છે. દરમિયાન, આ મામલામાં CM કેજરીવાલના ઘરનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં સ્વાતિ માલિવાલને સુરક્ષાકર્મી દ્વારા હાથ પકડીને બહાર કાઢવામાં આવતા જોવા મળે છે. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો CMના આવાસનો છે અને 13 મેના રોજનો છે. આ સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે, સ્વાતિ માલિવાલ એક મહિલા સુરક્ષાકર્મી સાથે CM હાઉસની બહાર આવી રહ્યા છે. આ દરમિયાન ત્રણ વધુ સુરક્ષાકર્મીઓ પણ સાથે દેખાય રહ્યા છે. સ્વાતિ માલિવાલ રસ્તા પર આવતાની સાથે જ મહિલા સુરક્ષાકર્મીઓ સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન ત્યાં બે પોલીસકર્મીઓ પણ જોવા મળે છે.” સ્વાતિનો આરોપ છે કે, લોકો ઘરના CCTV સાથે છેડછાડ કરી રહ્યા છે.

 

 

શુક્રવારે એક વીડિયો બહાર આવ્યો હતો 

આ પહેલા શુક્રવારે પણ સ્વાતિ માલિવાલનો એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં તે સીએમ આવાસની અંદર ગુસ્સામાં જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળે છે કે, સ્વાતિ માલીવાલ CM હાઉસની અંદર બેઠી છે જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે વિભવ કુમાર પર ગુસ્સે થઈ રહી છે. આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ સ્વાતિને વિનંતી કરતા જોવા મળે છે.

પોલીસે સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા

દિલ્હી પોલીસે આ સમગ્ર મામલામાં સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે, જેમાં તે લોકો સામેલ છે જેમની સામે 13 મેના રોજ આખી ઘટના બની હતી. પોલીસ વિભવ કુમારની ધરપકડ કરતા પહેલા તેની સામે તમામ પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ આરોપી વિભવના લોકેશન પર પણ સતત નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલિવાલ કેસમાં પોલીસે મોડી રાત સુધી કેજરીવાલના ઘરની અંદર તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો અને વીડિયોગ્રાફી કરી હતી. શુક્રવારે FSLની ટીમ પણ ઘટનાસ્થળે ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેન ડ્રાઈવમાં સીએમ કેમ્પ ઓફિસ અને એન્ટ્રી ગેટના સીસીટીવી પણ લેવામાં આવ્યા હતા. બીજી તરફ કેજરીવાલના PA વિભવ કુમારે પણ સ્વાતિ માલીવાલ વિરુદ્ધ મુખ્યપ્રધાન નિવાસમાં બળજબરીથી ઘૂસવા અને સુરક્ષા ગાર્ડ સાથે ગેરવર્તન કરવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સ્વાતિ માલિવાલે સિક્યુરિટી ગાર્ડને ધક્કો માર્યો હતો.

આ પણ જુઓ: લોકો બૂમો પાડતા રહ્યા, ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો, નૂહમાં 8 લોકો જીવતા સળગ્યા

Back to top button