ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાતિ માલિવાલ થયા આક્રમક, CM નિવાસના વીડિયો પર તીવ્ર પ્રતિક્રિયાઃ જાણો શું કહ્યું

  •  સ્વાતિ માલિવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આ મામલે પોતાનું નિવેદન નોંધાવ્યું 

નવી દિલ્હી, 17 મે: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર થયેલા હુમલાના મામલામાં આજે શુક્રવારે નવી ઘટના બહાર આવી રહી છે. સૌથી પહેલા માલિવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આ મામલે પોતાનું નિવેદન નોંધ્યું હતું. આ પછી 13 મેની આ ઘટનાનો માલીવાલનો એક કથિત વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો સાર્વજનિક થયા બાદ સ્વાતિ માલિવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વાતિ માલિવાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, દર વખતની જેમ આ વખતે પણ રાજકીય હિટમેને પોતાને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. પોતાના લોકો પાસેથી ટ્વીટ કરવીને, સંદર્ભ વગરના અડધા-પડધા વીડિયો ચલાવીને, તેને લાગે છે કે તે આ ગુનો કરીને પોતાને બચાવી લેશે. શું કોઈ કોઈને મારી રહ્યા હોય ત્યારે વીડિયો બનાવે ખરા? ઘર અને રૂમની અંદરના સીસીટીવી ફૂટેજની તપાસ થતાં જ સત્ય બધાની સામે આવશે. જે હદ વટાવી હોય તે વટાવી ડો, ભગવાન બધું જોઈ રહ્યા છે. એકના એક દિવસે સમગ્ર સત્ય દુનિયા સામે આવશે જ.

આ કથિત વીડિયોમાં શું છે?

13મી મેના રોજ મુખ્યમંત્રીના ઘરમાં સ્વાતિ માલિવાલ પર મારપીટનો આરોપ છે. અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર હુમલાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન, શુક્રવારે 13 મેની આ ઘટનાનો એક કથિત વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, સ્વાતિ માલિવાલ સીએમ હાઉસની અંદર બેઠા છે જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે વિભવ પર ગુસ્સે થઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આજે હું આ બધા લોકોને બતાવીશ. તમે જે કરવું હોય તે કરો, તારી પણ નૌકરી ખાઈ જઈશ… તમે મારી ડીસીપી સાથે વાત કરવો અત્યારેને અત્યારે જ. હું પહેલા SHO સિવિલ લાઈન્સ સાથે વાત કરીશ. જે થશે તે અહીં થશે. જો તમે મને હાથ લગાવશો તો હું તમારી નોકરી પણ ખાઈ જઈશ.

 

આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ સ્વાતિ માલિવાલને વિનંતી કરતા જોવા મળે છે. જેના પર સ્વાતિ માલિવાલ કહે છે કે, ‘મેં હમણાં જ 112 નંબર પર ફોન કર્યો છે, પોલીસને આવવા દો, પછી વાત કરીએ.‘ જેના પર કર્મચારીઓ કહે છે કે, ‘પોલીસ પણ બહાર જ આવશે, અહીં નહીં આવે ને?‘ તો સ્વાતિ કહે છે, “ના, હવે જે થશે તે અંદર જ થશે.” કર્મચારીઓ સ્વાતિને બહાર જવા માટે વિનંતી કરે છે તો તેણી કહે છે કે,” ફેંકી દો ઉઠાવીને.. તમે ફેંકી દો…આ ટકલો સાલો..

આ પણ જુઓ: દિલ્હી CM હાઉસ ગેરવર્તણૂક મામલે સ્વાતિ માલીવાલનું પોલીસે નિવેદન નોંધ્યું

Back to top button