ગુજરાત

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : આ 4 મહાનગર-નગરના વિકાસ માટે 59.30 કરોડ ફાળવાયા

વડોદરા મહાનગરપાલિકાને 16 કામો માટે 37.07 કરોડ રૂપિયાની ફાળવણી
જામનગર મહાનગરપાલિકાને 2 કામો માટે 2.30 કરોડ રૂપિયાના ફાળવણી
ભાવનગર મહાનગરપાલિકાને 37 કામો માટે 11.67 કરોડ રૂપિયાની ફાળવણી
અમરેલી નગરપાલિકાને 25 કામો માટે રૂ. 8.26 કરોડ રૂપિયાના ફાળવણી

ગુજરાત સરકાર દ્વારા નગર-મહાનગરના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી થતી છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ સુધારવાના હેતુસર શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કરોડો રૂપિયાની મંજુર કરવામાં આવતા હોય છે. તાજેતરમાં વડોદરા, જૂનાગઢ અને ભાવનગર મહાનગર તેમજ અમરેલી નગરપાલિકા માટે 80 કામો માટે 59.30 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

રાજ્ય સરકારમાં લોકોની સુખાકારી અને માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુથી નગરપાલિકા-મહાનગરપાલિકાને આ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. આ યોજના અંતર્ગત હાલમાં વડોદરા, જુનાગઢ અને ભાવનગર મહાનગરપાલિકાને તેમજ અમરેલી નગરપાલિકાને 80 કામો માટે 59.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી લોકોની માળખાકીય સુવિધામાં વધારો થશે.

આ પણ વાંચો : રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની અટલતા જોખમમાં, 4 મહિનામાં તૈયાર કરાયેલ બ્રિજમાં તિરાડો

વડોદરા મહાનગરપાલિકા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને રોડ-રસ્તાના 16 કામો માટે 37.07 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં 4 આરોપી ઉમેરાતા આંકડો 44 થયો

ભાવનગર મહાનગરપાલિકા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં પેવર રોડ, આર.સી.સી. રોડ, મેટલ ગ્રાઉન્ડીંગ સહિતના 37 કામો માટે 11.67 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : જુનાગઢમાં રોપ વે સેવા રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય

જુનાગઢ મહાનગરપાલિકા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં રોડ મેટલીંગ અને આસ્ફાલ્ટ કાર્પેટ માટે 2.30 કરોડ રૂપિયાના ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમરેલી : જીલ્લામાં થતી બેફામ ખનીજચોરી અંગે ખુદ ભાજપના નેતાએ PMને ટ્વીટ કર્યું

અમરેલી નગરપાલિકા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સી.સી.રોડ વગેરેના 25 કામો માટે રૂ. 8.26 કરોડ રૂપિયાના ફાળવણી કરવામાં આવી છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વિકસીત ગુજરાતના સંકલ્પ સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ સુધારવાના હેતુથી આ વર્ષના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સગવડો માટે ૩૭ ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે.
એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં આવી પાયાની માળખાકીય સુવિધાઓ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂ. 8086 કરોડની જોગવાઇ સાથે 2024 સુધી લંબાવવામાં આવી છે.

Back to top button