ટ્રેન્ડિંગમનોરંજન

સ્વરા ભાસ્કરે ફહદ સાથેના લગ્ન બાદ પહેર્યો પાકિસ્તાની ડ્રેસ, શેર કરી તસવીરો

Text To Speech

લગ્ન બાદ સ્વરા ભાસ્કર હવે પાકિસ્તાની ડ્રેસમાં જોવા મળી છે. તેના લગ્ન પણ વિવાદાસ્પદ રહ્યા હતા. હવે તે રોજ રોજ નવા વિવાદો ઉભા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા લગ્નની તમામ વિધિઓ નિભાવ્યા બાદ સ્વરા ભાસ્કરને વિદાય કરવામાં આવી હતી. વિદાય બાદ તે પતિના ઘરે બરેલી પહોંચી.

સ્વરા ભાસ્કરે ફહદ અહમદ સાથેના લગ્ન બાદ પહેર્યો પાકિસ્તાની ડ્રેસ, શેર કરી તસવીરો hum dekhenge news

બરેલીમાં સ્વરા ભાસ્કર માટે શાનદાર દાવત-એ-વલીમાની તૈયારીઓ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ફહદના પરિવારજનોએ સ્વરા ભાસ્કર માટે ખાસ પાકિસ્તાની ડિઝાઇનર લેંઘો મંગાવ્યો હતો. અભિનેત્રીએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.

સરહદ પારથી આવ્યો લેંધો

સ્વરા ભાસ્કરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બેજ લેંઘામાં પોતાની તસવીરો શેર કરતા લખ્યુ કે મને સરહદ પારથી એક સુંદર લેંઘો ભેટ કરવામાં આવ્યો. તમામનો આભાર. આ આઉટફિટને ટ્રેડિશનલ લુક આપવા માટે સ્વરાએ માથા પર પટ્ટી બાંધી હતી અને મોટી નથ પણ પહેરી હતી. અભિનેત્રીએ કાનમાં મોટા ઝુમખા, ગળામાં સુંદર ચોકર હાર, હાથમાં કંગન અને એક મોટી રિંગ પહેરી હતી. મલ્ટી પ્રિંટવાળા દુપટ્ટા સાથે તેણે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો. ફહદની વાત કરીએ તો તેણે આ ફંકશન માટે શેરવાની અને ગોલ્ડન કલરના કુર્તા સાથે ગોલ્ડન દુપટ્ટો પહેર્યો હતો.

આ પણ વાંચોઃ મલાઇકા અરોરાએ કેમ હટાવી હતી ખાન સરનેમ? લોકોએ શું સલાહ આપી હતી?

Back to top button