ટ્રેન્ડિંગનેશનલ

‘જય શ્રી રામનો નારો હવે અરાજકતા ફેલાવવાનું લાઇસન્સ બની ગયું છે…’ સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ 2 નવેમ્બર, 2025: અપની જનતા પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ શનિવારે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, કેટલાક અરાજક તત્ત્વો માટે ‘જય શ્રી રામ’ નો નારો અરાજકતા ફેલાવવાનું લાઇસન્સ બની ગયો છે. મૌર્યના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં હલચલ વધી ગઈ છે.

કોઈનું નામ લીધા વિના સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, “સ્વાભાવિક રીતે આજે ધર્મના નામે દેશમાં ઉન્માદ પેદા કરવો, હિંદુ-મુસલમાન સાથે ભેદભાવ કરવો, હિંદુ-મુસલમાનના નામે દેશને વહેંચવાની હલકી રાજનીતિ કરવી, આજે લોકોનો શોખ બની ગયો છે.”

‘રામનું નામ લઈને મુસ્લિમ સમાજ પર હુમલો’

મૌર્યએ ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, “કેટલાક અરાજક તત્ત્વો તો જય શ્રી રામ અને જય બજરંગ બલીનો નારો લગાવીને મુસ્લિમ સમાજ પર હુમલો કરે છે. ક્યાંક ઈદગાહ પર પાવડો અને કોદાળી લઈને પહોંચી જાય છે. ક્યાંક ઘરો પર લાગેલા ધાર્મિક ઝંડા તોડીને ફેંકી દે છે. ક્યાંક મુસ્લિમ સમાજની દુકાનો અને ઘરોને આગ લગાવી દે છે.”

તેમણે ઉમેર્યું કે, “જે ક્યારેક આરાધ્ય અને આસ્થાનું કેન્દ્ર હતા, તેને આજે લાઇસન્સ તરીકે ઉપયોગ કરીને અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અમે સમજીએ છીએ કે આ ધર્મ નથી, ધર્મના નામે અધર્મનો રસ્તો અપનાવી રહ્યા છે. લોકોએ આવી ઘૃણાસ્પદ હરકતોથી બચવું જોઈએ.”

ભાજપની તીખી પ્રતિક્રિયા: ‘સનાતન વિરોધી’

ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી અને તેમને ‘સનાતન વિરોધી’ ગણાવ્યા.

બલિયામાં મીડિયા સાથેની વાતચીતમાં દયાશંકર સિંહે કહ્યું કે, “શ્રી રામ અને બજરંગ બલીનું નામ આસ્થા સાથે જોડાયેલું છે. મૌર્ય આસ્થા સાથે જોડાયેલા મામલે ખોટી રીતે નિવેદન આપતા રહે છે. તેઓ સનાતનના ઘોર વિરોધી છે. તેઓ સમય-સમય પર આવા નિવેદનો આપીને માત્ર ચર્ચામાં આવવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેઓ રાજનીતિના હાંસિયા પર પહોંચી ગયા છે.”

આ પણ વાંચો :વાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારનો અનુરોધ

આ પણ વાંચો :ટ્રેનમાં ટ્રાવેલ, જમીન પર સૂતા, પૈસાની તંગી… ભારતીય મહિલા ક્રિકેટર્સનું સ્ટ્રગલ જાણીને ચોંકી જશો!

Back to top button