અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

AMC દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં ‘સ્વછતા હી સેવા’ ઝુંબેશ

Text To Speech

Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમને પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને રાજ્યોમાં વધુ બે મહિના માટે લંબાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં બસ ટર્મિનસ અને રેલવે સ્ટેશનો તેમજ મેટ્રો સ્ટેશન પાસે ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ છે.

આ સફાઈ ઝુંબેશમાં વિવિધ કર્મચારીઓ – અધિકારીઓ થયા સામેલ

આ સફાઈ ઝુંબેશમાં ડીઆરએમ, અને કાઉન્સિલરો (નગરસેવકો), સ્થાયી સમિતિના ભૂતપૂર્વ ચેરમેન હિતેશ બારોટ ઉપરાંત બીઆરટીએસ, એએમટીએસ તેમજ મેટ્રોના કર્મચારીઓ પણ આ ‘સ્વછતા હી સેવા‘ માં જોડાયા હતા.

100 BRTS,100-125 AMTS અને 25-30 મેટ્રોના કર્મચારીઓ જોડાયા

આજે અમદાવાદમાં વિવિધ જગ્યાએ ‘સ્વછતા હી સેવા’ ના સફાઈ ઝુંબેશમાં 100 BRTS,100-125 AMTS અને 25-30 મેટ્રો ના કર્મચારીઓ જોડાયા હતા.

મનોરંજન સાથે સ્વછતાનો સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના મધ્યઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને શ્રીષ્ઠી વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સયુંકત પણે ખાડીયા વોર્ડ અને જમાલપુર વોર્ડમાં મનોરંજન સાથે સ્વચ્છતા અને કચરાને છુટો પાડવો તે અંગેની માહિતી અને સમજ આપવા માટે AMC દ્વારા લોકોને સ્વછતા વિષે સરળ ભાષા સાથે મનોરંજન સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટે સ્વછતાનો જાદુગરે માહિતી આપીને લોકોને સરળ ભાષામાં સમજ આપી હતી.

અમદાવાદ શહેરને સ્વચ્છતા સૃદ્રઢ બનાવવા માટે 60 દિવસની સફાઈ ઝુંબેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ધાર્મિક સ્થળો, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમાની સફાઈ હાથ ધરવામાં આવશે.અમદાવાદ શહેરને સ્વચ્છતા સૃદ્રઢ બનાવવા ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત 60 દિવસની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આવતીકાલે સોમવારે આપત્તિના SMSથી ગભરાશો નહીં

Back to top button