મારૂતિ સુઝુકી અમૂલ ડેરી સાથે મળીને ચાર બાયો-CNG પ્લાન્ટ સ્થાપશે
પૂણે, મહારાષ્ટ્ર, 21 નવેમ્બર: સુઝુકી અમૂલ ડેરી સંલગ્ન બનાસ ડેરી સાથે મળીને 4 બાયો-CNG પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર કેનિચિરો ટોયોફુકુએ સોમવારે પૂણેથી ફ્લેગ ઑફ કરાયેલી અમૂલ ક્લિન ફ્યુઅલ બાયો-CNG કાર રેલીમાં આ વાત કહી હતી. કેનિચિરોએ કહ્યું કે બાયો-CNG એ ભારતમાં અત્યંત ટકાઉ મોબિલિટી ફ્યુઅલ ઑપ્શન છે, જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે મદદરૂપ સાબિત થશે.
એક રિસર્ચ પ્રમાણે પેટ્રોલથી ચાલતા વાહનો 184g, ઈલેક્ટ્રિક વાહનો 150g અને બાયો-CNGથી ચાલતા વાહનો -1,097g છે. જેનાથી સ્પષ્ટપણ જાણવા મળે છે કે CNGએ પર્યાવરણ પર નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે ઉત્તમ કાર્બન માઈનસ ફ્યુલ છે. આ માટે સુઝુકી બાયો-NCGને પ્રોત્સાહન આપી રહી છે. અમૂલ સંબંધિત ડેરી સાથે સંયુક્ત રીતે 4 બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે
આ રેલીની શરૂઆત પૂણે નજીક ખેડ વિસ્તારમાંથી થઈ છે. આ 1400 કિલોમીટરની રેલીમાં 12 બાયો-CNG કાર દોડશે. અમૂલ ક્લિન ફયૂલ બાયો-CNG કાર રેલી મંગળવારે મુંબઈ પહોંચશે. તે વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, સ્ટેચ્યુ ઑફ યુનિટી, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ કરીને 1,400 કિલોમીટરથી વધુનું અંતર કાપીને 26 નવેમ્બરે આણંદ પહોંચશે. આ રેલી એટલા માટે પૂણેથી શરૂ કરાઈ કારણ કે અમૂલ રૂ.500 કરોડના પ્લાન્ટમાં દરરોજ 5 લાખ લિટર દૂધ અને 1 લાખ લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે. અને આ દૂધની ખરીદી મહારાષ્ટ્રમાંથી કરવામાં આવે છે.
મહત્ત્વનું છે કે, ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અમૂલ ડેરી રૂ. 72,000 કરોડની વેલ્યૂ ધરાવે છે. જેમાં 36 લાખ ખેડૂતો દરરોજ 300 લાખ લિટર દૂધનું યોગદાન આપે છે. 100 ડેરીઓ, 85 સેલ્સ ટીમ, 15,000 વિતરકો અને 10 લાખ રિટેલર્સના નેટવર્ક સાથે, અમૂલ 50થી વધુ દેશમાં વાર્ષિક 20 અબજથી વધુ ડેરી ઉત્પાદનોનું વિતરણ કરે છે.
આ પણ વાંચો: વીડિયોઃ મુંબઈની ઓફિસો બંધ કરીને 26 વેપારીઓએ સુરતના ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરૂ કર્યો