ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

સુઝુકી સ્વિફ્ટ 2024ના જાપાની સ્પેક મોડેલને 4 સ્ટાર રેંટિંગ મળતા ભારતના માર્કેટ માટે એક શુભ સંકેત

  • ભારતમાં આવતા મહીને લોન્ચ થશે સ્વિફ્ટનું નવું વર્ઝન
  • જાપાની કાર ક્રેશ ટેસ્ટીંગમાં ગ્લોબલ મોડલને મળ્યા 4 સ્ટાર
  • ન્યુ સ્વિફ્ટના જાપાની સ્પેક કરતા ભારત સ્પેકમાં જોવા મળશે થોડા ફેરફાર

HDNEWS, 20 એપ્રિલ: નવી જનરેશનની સ્વિફ્ટ આવતા મહીને ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે, ત્યારે ભારત સ્પેક મોડલની ડિટેલ જાણકારી મે 2024માં જ્યારે કાર લોન્ચ થસે ત્યારે જાણવા મળી શકે છે. ભારતમાં આતુરતાથી રાહ જોવાય રહેલી કારોમાં સ્વિફ્ટના આ નવા મોડેલનો પણ સમાવેશ થાય છે. જેના ગ્લોબલ મોડલે જાપાનમાં NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગમાં 4 સ્ટાર સ્કોર કર્યો છે. જાપાનમાં ન્યુ ઝેન સ્વિફ્ટ કાર પહેલાથી જ વેચાણમાં ઉપલબ્ધ છે. જાપાનમાં જે કાર ટેસ્ટીંગ કરવામાં આવ્યું તે જાપાની સ્પેક મોડલનું હતું. આ કારને કુલ 197 માંથી 117.80 પોઈન્ટ મળ્યા છે. જાપાની સ્પેક મોડલ કરતા ભારતમાં લોન્ચ થનારી ભારત સ્પેક મોડલમાં થોડો ફેરફાર જોવા મળશે.

જાપાનની કાર ક્રેશ ટેસ્ટ ટેસ્ટિંગ સ્કોર

જાપાનના માર્કેટમાં ઓલરેડી અવેલેબલ જાપાની સ્પેક મોડલમાં ADAS ફિચર્સ પણ જોવા મળે છે, જે આ કારને વધારે સ્કોર કરવામાં પણ મદદ કરે છે. ફ્રન્ટ ફુલ રૈપ કોલિશન ટેસ્ટ માટે આ કારે 4 સ્ટાર( ડ્રાઈવર સીટ) , જ્યારે સાઈડ કોલિશન ટેસ્ટ ( ડ્રાઈવર સીટ), નેટ ઈન્જરી પ્રોટેક્શન રિયર-એન્ડ કોલિશન પરફોર્મન્સ ટેસ્ટ ( ડ્રાઈવર સીટ) અને અન્યમાં પુરા 5 સ્ટાર રેટિંગ સાથે સ્કોર કર્યો છે. કારના ઓફસેટ ફ્રન્ટલ કોલિસન ટેસ્ટ (રિયર પૈસેન્જર સીટ)માં 3 સ્ટાર અને પેસેન્જર સીટ બેલ્ટ રિમાઈન્ડર (PSBR)ટેસ્ટમાં 4 સ્ટાર સ્કોર કર્યો છે. જોકે આ સ્કોર જાપાની સ્પેક મોડલ માટેનો હતો. જ્યારે ભારત સ્પેક સ્વિફ્ટના કમ્પોનન્ટ અને કેટલાક ફીચર્સમાં ફેરફાર જોવા મળી શકે છે.

 પ્રાઈઝમાં થોડી હાઈ રહેશે

જાપાનમાં જાપાની સ્પેક સ્વિફ્ટના કાર ટેસ્ટ રેંટિંગમાં મળેલા 4 સ્ટાર રેટીંગને ભારતમાં ઘણું જ આશાસ્પદ રીતે જોવાઈ રહ્યું છે. સ્વિફ્ટના ન્યુ ઝેન મોડલના સ્પેક્ટ ભલે અલગ હોય પણ તેનાથી ભારતના માર્કેટમાં કંપની માટે ખુબ સારા સમાચાર સાબિત થશે.સ્વિફ્ટ હવે આવતા મહીને ભારતમાં આવી રહી છે.જેની માઈલેજ માટે 1.2 લીટર પેટ્રોલ એન્જીનની સાથે લોન્ચ કરાશે. આ સાથે જ તેમાં 6 એરબેગ, નવું ઇન્ટિરિયર અને કનેક્ટેડ કાર ટેકનીક જેવા ફિચર્સો જોવા મળશે. આ નવા મોડેલના પ્રાઈઝની વાત કરીએ તો કરન્ટ મોડેલ કરતા તેનો ભાવ વધારે છે.

ભારત સ્પેક ન્યુ જેન સ્વિફ્ટ

ન્યુ જનરેશન આગામી દિવસોમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે, ત્યારે ભારત સ્પેક મોડલ વિશે કેટલીક જાણકારી સામે આવી છે તે પ્રમાણે કાર લોન્ચ ડેટ મે 2024માં થશે. જો ભારત સ્પેક ન્યુ જેન સ્વિફ્ટને કાર ટેસ્ટ માટે મોકલવામાં આવે છે તો ભારતમાં આ ક્રેશ ટેસ્ટને ભારત NCAPના માધ્યમથી ટેસ્ટ કરી શકે છે. ધ ન્યુ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફોર્થ-જનરેશન અવતાર છે. આ કારને જાપાન મોબિલિટી શો-2023માં રજુ કરાઈ હતી. આ નવી સ્વિફ્ટ કેટલાક નવા અપડેટ જોવા મળી શકે છે જેમકે રિડીઝાઈન્ડ ગ્રીલ અને હેડલાઈટ, બુમ રેન્ગ શેપની LED DRLs, રિડીઝાઈન્ડ ફ્રન્ટ બંપર, નવા ફોગ લેમ્પ્સ. આ કારની સાઈડ પ્રોફાઈલ હાલના મોડલ જેવી છે, પણ તેમાં અલોય વ્હીલ નવા આપેલા છે. જ્યારે રિઅરમાં, નવા LED ટેઈલલેમ્પ્સ, રેડોન રિઅર બંપર, અને ટેઈલગેટ. ઉપરાંત આ કારમાં અન્ય ફિચર્સમાં 360 ડીગ્રી કેમેરા સેટઅપ આપાવામાં આવશે જેમાં ગ્રીલ, ટેઈલગેટ અને ORVMsમાં  કેમેરા મુંકવામાં આવ્યા છે. જ્યારે કારના ઇન્ટિરિયરમાં કેબિન જુના મોડલની આધારે રિડીઝાઈન્ડ થયેલું જોવા મળશે. જેમાં ક્લાઈમેટ કન્ટ્રોલ યુનિટ અને ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ બલેનોમાંથી લેવામાં આવી છે  આ સિવાય સ્ટેયરિંગ વિલમાં કોઈ ફેરફાર નથી કરાયો.  અને ઈન્સ્ટ્રુમેન્ટ પેનલમાં પહેલાના મોડેલની જેમ જ એનાલોગ યુનિટ યથાવત રાખાવામાં આવ્યા છે.

 આ પણ વાંચો:  ઈલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ, જાણો ક્યાં કારણે કર્યો ફેરફાર

Back to top button