ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Suzuki Access અને Gixxer SF 250 ઓટો એક્સ્પો 2025માં લૉન્ચ, જાણો આ છે કિંમત

Text To Speech

નવી દિલ્હી, 17 જાન્યુઆરી : ઓટો એક્સ્પો 2025 શરૂ થતાંની સાથે જ, મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ વિટારાનું અનાવરણ કર્યા પછી હવે સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ ગ્રાહકો માટે એક્સેસ સ્કૂટર્સ અને જીક્સર બાઇકનું નવું ફ્લેક્સ ફ્યુઅલ મોડલ લોન્ચ કર્યું છે. સુઝુકી કંપનીના આ નવા મૉડલ કઈ કિંમતે લૉન્ચ કરવામાં આવ્યા છે અને તમે આ મૉડલમાં શું ફેરફારો જોશો? તે તમને જણાવીએ.

સુઝુકી એક્સેસ 125ની ભારતમાં કિંમત

નવા સુઝુકી એક્સેસ સ્કૂટરના બેઝ વેરિઅન્ટની કિંમત 81 હજાર 700 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટરના ટોપ મોડલની કિંમત 93,300 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

એન્જિન અને ફીચર્સ

સુઝુકી એક્સેસના નવા મોડલમાં 125 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે જે OBD2 સુસંગત છે. આ એન્જિન 8.3bhpનો પાવર અને 10.2Nm ટોર્ક જનરેટ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એન્જિન સાથે ગ્રાહકોને હવે પહેલા કરતા વધુ માઈલેજનો લાભ મળશે.  ફીચર્સ વિશે વાત કરીએ તો, Suzuki Access 125 માં બ્લૂટૂથ સપોર્ટ સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે જેના પર તમને વરસાદની ચેતવણી જેવી મહત્વપૂર્ણ માહિતી મળશે.

Suzuki Gixxer SF 250 ની ભારતમાં કિંમત

સુઝુકીએ તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ ચાલતી મોટરસાઇકલ Gixxer SF 250 લૉન્ચ કરી છે. આ બાઇકની કિંમત 2 લાખ 16 હજાર 500 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઇકના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની સરખામણીમાં ફ્લેક્સ ફ્યુઅલ મોડલ 25 હજાર રૂપિયા મોંઘું છે.

એન્જિન અને કલર વિકલ્પો

Gixxer SF 250 Flex Fuel વેરિયન્ટમાં 85 ટકા સુધી ઇથેનોલનો ઉપયોગ કરી શકાય છે અને આ માટે કંપનીએ મોડિફાયર ઇન્જેક્ટર, ફ્યુઅલ ફિલ્ટર અને ફ્યુઅલ પંપને અપગ્રેડ કર્યા છે. એન્જિન વિશે વાત કરીએ તો, Gixxer SF 250નું ફ્લેક્સ ફ્યુઅલ મોડલ 9300rpm પર 27bhp પાવર અને 7300rpm પર 23Nm ટોર્ક જનરેટ કરશે. આ બાઇકને 5ની જગ્યાએ 6 સ્પીડ ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકને બે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છેઃ મેટ બ્લેક અને મેટ રેડ.

આ પણ વાંચો :- પાકિસ્તાન : અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા, પત્નીને પણ ૭ વર્ષની સજા

Back to top button