પાલતુ જાનવરો સાથે સુવુ ખતરનાકઃ શરીરમાં ધુસી શકે છે જીવલેણ બેક્ટેરિયા
- પાલતુ જાનવરોના કારણે માણસોમાં થાય છે રોગ
- માણસોના કારણે પાલતુ જાનવરોને પણ જોખમ
- જાનવરોની લાળમાં હોય છે અનેક પ્રકારના બેક્ટેરિયા
કેટલીક વ્યક્તિઓ ઘરમાં પાલતુ જાનવરોને રાખે છે. જેમ કે કુતરા, બિલાડી, સફેદ ઉંદર, પોપટ, સસલા. લોકો જ્યારે બહારથી આવે છે ત્યારે પાલતુ જાનવરોને ખૂબ જ લાડ-પ્રેમ કરે છે. પાલતુ જાનવરો પણ પોતાના માલિકને ખૂબ પ્રેમ કરે છે. તેઓ માલિક અને પોતાના ઘરના સભ્યોને ચાટે છે, તેમના ખોળામાં બેસી જાય છે, તેમની સાથે લાડ લડે છે. તેમના હાથ-પગ અને મોંને ઝીભથી ચાટવા લાગે છે. આ પ્રેમના પરિણામો ખતરનાક હોઇ શકે છે.
માણસોને શું થાય છે નુકશાન?
જાનવરોની લાળમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેના કારણે તમારી સ્કીનમાં ખંજવાળ, બળતરા અને લાલ ચકામાં થઇ શકે છે, જે આપણા આરોગ્ય માટે યોગ્ય નથી. પેટ્સમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા, માઇટ્સ, ડર્માટોફાઇટ, ફ્લીજ અને ટિક્સ મળી આવે છે, જે માણસોમાં ઘણા પ્રકારના સ્કિન ઇન્ફેક્શન, ઇમ્યુનોલોજિકલ ડિસીઝ અને ચામડીના રોગોનું કારણ બની શકે છે.
જાનવરોને પણ થઇ શકે છે નુકશાન
જાનવરોના સંપર્કમાં આવવાથી માણસોને બીમારીઓ થાય છે. સાથે સાથે જાનવરોને પણ અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જાનવરો તમારા શરીર કે મોંને ચાટે છે ત્યારે તમારા શરીરમાં યુઝ કરાયેલા કોસ્મેટિક્સ તેમના મોંમા આવે છે, જે તેમના માટે ઝેરનું કામ કરે છે. આ ઉપરાંત તમારા પરસેવાના કારણે પણ જાનવરોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. તમારા જાનવરોને તમારા કારણે દાંત કે મોં સંબંધિત બીમારી થઇ શકે છે. તે તમારુ શરીર કે મોં ચાટે તેના કારણે તમને પણ સંક્રમણ થઇ શકે છે. આવા સંજોગોમાં જાનવરોને તમારુ શરીર કે મોં ચાટવાની અનુમતિ બિલકુલ ન આપો.
ઝુનોટિક રોગ શું છે?
ઘણી ગંભીર બીમારીઓ પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર જે બીમારીઓ જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તેને ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે. આ બીમારીઓ વિશે જાગૃતતા વધારવા માટે દર વર્ષે 6 જુલાઈએ વર્લ્ડ ઝૂનોસ ડે મનાવવામાં આવે છે. પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓના અભ્યાસ અને રિસર્ચ પર જોર આપવા માટે પહેલો વિશ્વ ઝૂનોસ દિવસ 6 જુલાઈ 1885એ મનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ ઝૂનોસ ડે જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરના રેબીજની રસી શોધવામાં મળેલી સ્મૃતિ માટે મનાવવામાં આવે છે. વર્લ્ડ ઝૂનોસ ડે ના અવસરે દુનિયામાં આ બીમારીઓના કારણ અને બચાવના ઉપાયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઝૂનોટિક બીમારીઓની સાથે-સાથે માનવ અને જીવજંતુઓના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ અને સુરક્ષિત બનાવવાના કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઓવરટાઇમ કરવો પડી શકે છે ભારે, જાણો નુકસાન