ગુજરાતમાં નકલી હળદર, પનીર બાદ શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાતા ચકચાર
- પાલનપુરમાંથી શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડાતા ખળભળાટ
- ફુડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું સેમ્પલ ફેલ
- 11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ નીકળ્યા હતા
ગુજરાતમાં નકલી હળદર, પનીર બાદ શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાતા ચકચાર મચી છે. જેમાં પાલનપુરમાંથી શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડાતા ખળભળાટ મચ્યો છે. દૂધના નમૂના લઈ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં મોકલી અપાયા છે. તેમજ સધીમાં મિલ્ક પ્રોડક્ટ ફેક્ટરીના 11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ થયા છે.
11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ નીકળ્યા હતા
પાલનપુરની સધીમાં દૂધ પ્રોડકટ નામની ફેકટરીમાં આ ટેન્કર પહોંચતા પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડી અને ફુડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગે સેમ્પલ લઈ અને પ્રક્રિયા હાથ ધરી હતી.બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના આબુરોડ હાઈવે પર આવેલી સધીમાં મિલ્ક પ્રોડકટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીઓ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. બાતમીને આધારે પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડયું હતું અને ત્યારબાદ ફુડ વિભાગે જાણ કરી હતી.
આ પણ વાંચો: પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટના, આખુ ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા
સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી
ત્યારબાદ પુરવઠા અને ફુડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી જોકે ફુડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું. અને જેને લઈને ફુડ વિભાગ દ્વારા વધુ 11 સેમ્પલ લેવાયા હતા અને જે બનાસડેરી ખાતેની લેબમાં મોકલાયા હતા. જોકે આ 11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ નીકળ્યા હતા. ફુડ વિભાગએ 2500 લીટર દુધનો જથ્થો સીજ કરી અને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.