ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ

Text To Speech
  • રાજયસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભાનું સસ્પેન્સન રદ કર્યું છે.

નવી દિલ્હી, 04 ડિસેમ્બર: રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા માટે સારા સમાચાર છે. આજે બીજેપી સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રસ્તાવ પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ કર્યું છે.

 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા રાજ્યસભામાંથી સસ્પેન્શન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન, કોર્ટે રાઘવ ચડ્ડાને સસ્પેન્શનના મુદ્દાને ઉકેલવા માટે દિશા સૂચન કર્યું હતું. કોર્ટે રાજ્યસભાના સ્પીકર અને AAP નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચેની બેઠક બાદ સસ્પેન્શન પાછું ખેંચવાની સલાહ આપી હતી.

રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ થતાં ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માન્યો

 

રાઘવ ચઢ્ઢાને આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

રાઘવ ચઢ્ઢાને આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર સંસદની પસંદગી સમિતિમાં તેમના નામનો પ્રસ્તાવ લાવવા માટે તેમની મંજૂરી વિના 5 સાથી સાંસદોની સહી લીધા વિના નામ લખી લેવાનો આરોપ હતો. ઓગસ્ટમાં સસ્પેન્ડ થયેલ AAP સાંસદને આજે રાજ્યસભાના અધ્યક્ષે સસ્પેન્શન રદ કર્યું છે.

 આ પણ વાંચો: મધ્ય પ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો કરિશ્મા, જાણો તેમની રાજકીય સફર

Back to top button