ઝારખંડમાં નવી સરકાર પર સસ્પેન્સ! ચંપાઈ સોરેન રાજ્યપાલને મળ્યા, કહ્યું…
રાંચી, 1 ફેબ્રુઆરી: ઝારખંડમાં નવી સરકારની રચના પર સસ્પેન્સ યથાવત છે. જો કે, ઝારખંડ મુક્તિ મોરચા વિધાનસભા પક્ષના નેતા ચંપાઈ સોરેન આજે સાંજે ફરી એકવાર રાજ્યપાલને મળ્યા અને 43 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. તેમને રાજ્યપાલ દ્વારા શપથ ગ્રહણ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. એટલું જ કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ દરમિયાન પાર્ટી દ્વારા 43 ધારાસભ્યોનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ ચંપાઈ સોરેને કહ્યું કે લગભગ 22 કલાક વીતી ગયા છે પરંતુ રાજ્યપાલે નવી સરકારના શપથ ગ્રહણ વિશે કંઈ કહ્યું નથી.
રાજ્યપાલે કહ્યું કે સરકારની રચનાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે: ચંપાઈ સોરેન
#WATCH | After meeting Jharkhand Governor CP Radhakrishnan, Leader of JMM legislative party, Champai Soren says “We have demanded that the process to start the formation of the Government should begin. He (Governor) said that the process will begin soon…” pic.twitter.com/AdED4ympMg
— ANI (@ANI) February 1, 2024
ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા બાદ જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપાઈ સોરેને કહ્યું, ‘અમે માંગ કરી છે કે સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. તેમણે (રાજ્યપાલ) કહ્યું કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે…”
આ પણ વાંચો: હેમંત સોરેનની એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, શુક્રવારે રિમાન્ડ પર ચુકાદો