અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો
- વેપારીએ આકાશ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી
- આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો
- કાર કૌભાંડમાં તેનું નામ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો
અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કરતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો છે. જે અંગે મિહીર પરીખ નામના વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે.
વેપારીએ આકાશ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી
આરોપીઓએ ફરિયાદી વેપારીને સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેવું જણાવી તેને ધમકાવ્યો હતો, અને તે કેસના સમાધાનના નામે ડરાવીને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં 10 થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી, પરંતુ બાદમાં 50 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી. જે મામલે વેપારીએ આકાશ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
કાર કૌભાંડમાં તેનું નામ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો
આકાશ પટેલ અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે લોકો પાસે તોડ કરતો હતો અને સતત વિવાદમાં રહેતો હતો, જેથી તેને બદલી પાલડીથી અન્ય પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં થયેલા કાર કૌભાંડમાં તેનું નામ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા શરૂ