ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સસ્પેન્ડ થયા તો પણ ન સુધર્યા, નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

Text To Speech

અમદાવાદ, તા. 27 માર્ચ, 2025: લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં સુધરવાનું નામ નથી લેતા. દહેગામમાં સસ્પેન્ડ કરવામાં આવેલો નાયબ મામલતદાર અને તેનો સાથી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર મેં. પ્રાંત અધિકારી સાહેબની કોર્ટ તથા ગાંધીનગરના  કલેક્ટર ઓફિસમાં આર.ટી.એસ. અપીલ દાખલ કરી હતી. જે અપીલના કાગળો ખોવાઇ ગયા હતા. જે મેળવવા તેમણે ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરી હતી. આ દરમિયાન તેઓનો સંપર્ક પ્રવિણભાઇ મુળજીભાઇ પરમાર (ઉ.વ.૫૪, નોકરી- નાયબ મામલતદાર વર્ગ-૩ (હાલ ફરજ મોકુફ) મામલતદાર કચેરી, દહેગામ તથા નિતેષકુમાર જેઠાલાલ રાજન ધંધો- ટાઇપીંગ (ખાનગી વ્યક્તી)  સાથે થઈ હતી.  બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.૧૮,૦૦૦ની લાંચની માગણી કરી હતી. તેઓ લાંચ આપવા માંગતા નહોતા. જેથી એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો. જેથી સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના ગેટ પાસે રોડ ઉપર તથા એમ.એસ.બીલ્ડીગ ગાંધીનગરની પાછળના ભાગે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બંને જણા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.


ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ ધોલેરામાં ચિપ પ્લાન્ટ સ્થાપવા ટાટા ગ્રુપે ગુજરાત સરકાર પાસે માંગી આટલી જમીન 

Back to top button