એક્સ બોયફ્રેન્ડ સાથે સુષ્મિતા, લોકોએ પૂછ્યુ-લલિત મોદી ક્યાં છે?


બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. હવે અભિનેત્રી રીસન્ટલી મુંબઈમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી હતી.

સુષ્મિતા સાથે તેની મોટી પુત્રી પણ જોવા મળી હતી. સુષ્મિતા, રોહમન અને અભિનેત્રીની પુત્રી સાંતાક્રુઝમાં હોમ ડેકોર બુટિકમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.
View this post on Instagram
આ દરમિયાન તેણે પાપારાઝીની સામે પોઝ પણ આપ્યો હતો. સુષ્મિતા પર્પલ કલરમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેની દીકરીએ ડેનિમ પેન્ટ અને પિંક ટોપ પહેર્યું હતું. તો રોહમન ગુલાબી ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં જોવા મળ્યો હતો.

સુષ્મિતા અને રોહમનની વાત કરીએ તો બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં બંનેનું બ્રેકઅપ થયું હતું. આ પછી પણ બંને અનેક જગ્યાએ સાથે જોવા મળ્યા છે. રોહમન સુષ્મિતાની બંને દીકરીઓની ખૂબ નજીક છે. હવે જ્યારે સુષ્મિતા, તેની પુત્રી અને રોહમનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, ત્યારે લોકો પૂછી રહ્યા છે કે લલિત મોદી ક્યાં છે?