ના લગ્ન, ના સગાઈ, લલિત મોદી સાથેના સંબંધો પર Sushmita Senએ તોડ્યું મૌન
લલિત મોદી અને સુષ્મિતા સેન પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. 14 જુલાઈના રોજ લલિતે સુષ્મિતા સાથે વેકેશનની ઘણી તસવીરો પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા અને દરેક જગ્યાએ હેડલાઇન્સમાં બંનેનો ઉલ્લેખ થવા લાગ્યો. જો કે, અત્યાર સુધી યુઝર્સ માટે આ મોટા સમાચારને પચાવવું મુશ્કેલ થઈ રહ્યું છે.
લલિત મોદી સાથેના સંબંધો પર સુષ્મિતા સેને તોડ્યું મૌન
સુષ્મિતા સેન અને લલિત મોદી ઇટાલીના એક સુંદર ટાપુ પર સાથે વેકેશન પર ગયા હતા. આ પછી લલિત લંડન પાછો ફર્યો છે અને સુષ્મિતા સેન સાથે ફોટો પોસ્ટ કરી પોતાના સંબંધોની જાણ કરી છે. ત્યારે લલિતની પોસ્ટના 20 કલાક બાદ સુષ્મિતાએ પણ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #better looking partner @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. ????????????????????????????????????????. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
અભિનેત્રીએ તેની પુત્રી રેની અને અલીશા સાથેનો ફોટો કર્યો શેર
લલિત મોદી સાથેના સંબંધો સામે આવ્યા બાદ સુષ્મિતા સેને પહેલી પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેની પુત્રીઓ રેની અને અલીશા સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. તેણે લખ્યું કે, હું અત્યારે મારી ખુશીની જગ્યાએ છું. હું પરિણીત નથી. કોઈ સગાઈ થઇ નથી. બસ છે તો માત્ર અપાર પ્રેમ.
લલિત મોદીએ ટ્વિટર પર સુષ્મિતા સેન સાથે લીધેલી ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટામાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.