ટ્રેન્ડિંગમનોરંજન

સુષ્મિતા સેન નહોતી શીખી ટેબલ મેનર્સ, જાણો ક્યાં શરમાવું પડ્યું હતું?

Text To Speech
  • સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ છે. 29 વર્ષ પહેલા તેણે ભારત માટે ખિતાબ જીત્યો હતો. સુષ્મિતાએ તાજેતરમાં એક ઈન્ટ્રેસ્ટિંગ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે ટેબલ મેનર્સ અંગે તેને કંઈ જ ખ્યાલ ન હતો.

મુંબઈ, 19 ફેબ્રુઆરીઃ સુષ્મિતા સેનની વાત કરવાની સ્ટાઈલ અને તેના મેનરિઝમની રીતથી દરેક વ્યક્તિ પ્રભાવિત રહે છે, પરંતુ ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે પહેલા તેને ટેબલ મેનર્સની એબીસીડી પણ ખ્યાલ નહોતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું કે તેને અંગ્રેજી બોલતા પણ આવડતું ન હતું. આવામાં તે એક વાર મેક્સિકોમાં એક ડિનરમાં પહોંચી ગઈ અને તે ત્યાં ચીફ ગેસ્ટ હતી. ત્યાં ભૂખથી તેની હાલત ખરાબ થઈ રહી હતી. તેને ખ્યાલ ન હતો કે સેવ કોર્સ મીલ કેવી રીતે શરૂ કરવાનું છે.

જ્યારે સુસ્મિતા પહોંચી ઓફિશિયલ ડિનરમાં…

સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ છે. 29 વર્ષ પહેલા તેણે ભારત માટે ખિતાબ જીત્યો હતો. સુષ્મિતાએ તાજેતરમાં એક ઈન્ટ્રેસ્ટિંગ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે ટેબલ મેનર્સ અંગે તેને કંઈ જ ખ્યાલ ન હતો. મેક્સિકોમાં એક ઓફિશિયલ ડિનર એટેન્ડ કરવા ગઈ હતી. સેવન કોર્સ મીલ તેણે જ શરૂ કરવાનું હતું.

સુષ્મિતા સેન નહોતી શીખી ટેબર મેનર્સ, જાણો ક્યાં શરમાવું પડ્યું હતું? hum dekhenge news

આવડતું ન હતું અંગ્રેજી

સુષ્મિતાએ જણાવ્યું કે મિસ યુનિવર્સ બન્યા પહેલા તે ટેબલ મેનર્સ શીખી ન હતી. જીત્યા બાદ તેને મેક્સિકો સિટીમાં મોકલી દેવાઈ હતી. ત્યારે તે 18 વર્ષની હતી અને તેને અંગ્રેજી બોલતા પણ આવડતું ન હતું. હું ત્યાં પહોંચી અને મારી બાજુમાં મારી ટ્રાવેલ મેનેજર બાર્બરા બેઠી હતી અને એ સિવાયના બધા પુરુષો હતા. મને ખૂબ જ ભૂખ લાગી હતી. હું બાર્બરા સામે જોઈને હસી અને કહ્યું કે મને ભૂખ લાગી છે. તેણે કહ્યું લોકો પણ ભૂખ્યા છે, તમે ચીફ ગેસ્ટ છો અને શરૂઆત તમારે કરવાની છે.

ઘરેથી પેટ ભરીને ખાઈને આવો

સુષ્મિતાએ જણાવ્યું કે તેની ટ્રાવેલ મેનેજરે તેની મદદ કરી. મને ખૂબ અજીબ લાગ્યું અને હું ફરી ક્યારેય આવું ફીલ કરવા ઈચ્છતી ન હતી. હું એક વસ્તુ શીખી કે ઘરેથી પેટ ભરીને જમીને જાવ, જેથી ત્યાં ખાવાની ઉત્સુકતા ન રહે. ત્યારે જ તમે બોલી શકો છો. ના, બસ, થેંક્યૂ અને લોકો વિચારશે કે તમે સ્ટ્રિક્ટ ડાયેટ પર છો.

આ પણ વાંચોઃ મિડરેન્જ સેગમેન્ટમાં Xiaomi અને OnePlusને પછાડવા આવી રહ્યો છે Nothing Phone 2a

Back to top button