રિયા ચક્રવર્તીના કમબેકની જાહેરાતથી સુશાંતની બહેન ભડકી
ત્રણ વર્ષ પછી અભિનેત્રી રિયા ચક્રવર્તી એમટીવીના રિયાલિટી શો ‘રોડીઝ સીઝન 16‘થી કમબેક કરી રહી છે. રિયાના શોનો પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો. રિયાના શોનું ટીઝર રિલીઝ થયા પછી, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ ભડકી છે અને તેણે રિયા પર નિશાન સાધ્યું છે.
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તી પણ આરોપી હતી. અભિનેતાના પરિવારે રિયા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મૃત્યુ સમયે સુશાંત રિયાને ડેટ કરી રહ્યો હતો.
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાએ કર્યું ટ્વિટ
ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં રિયા દમદાર લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, તે કેમેરાની સામે કહે છે, “તમે શું વિચારો છો, હું પાછી નહીં આવુ, હું ડરી જઈશ. ડરવાનો વારો બીજાનો છે.” તો આ વીડિયો રિલીઝ થયા પછી, સુશાંતની બહેન પ્રિયંકાએ રિયા ચક્રવર્તી પર નિશાન સાધતા હિન્દીમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને ટ્વિટ કર્યું હતું.
तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी!
प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है?कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है।
WhoResponsible 4Delay InSSRCs is obvious
— Priyanka Singh (@withoutthemind) April 10, 2023
રિયાની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના ફ્લેટમાં લટકતો જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસથી શરૂ કરીને ED, CBI અને NCBએ કેસની તપાસ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં સપ્ટેમ્બર 2020માં NCB દ્વારા રિયાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની ભાયખલા જેલમાં એક મહિનો વિતાવ્યા બાદ ઓક્ટોબર 2020માં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.