રિયા ચક્રવર્તી પર જબરજસ્ત ભડકી સુશાંતની બહેન, આપ્યો સણસણતો જવાબ!


- સુશાંતની બહેન શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતનો એક ફોટો શેર કરીને રિયાનું નામ લીધા વગર જ તેને જવાબ આપ્યો છે. શ્વેતાએ આ સાથે રિયાને એક સવાલ પણ પૂછ્યો છે
રિયા ચક્રવર્તીએ તાજેતરમાં કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા હતા, જેના લીધે સુશાંસ સિંહ રાજપૂતની બહેન તેની પર જબરજસ્ત ભડકી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રિયાએ એ સમયની વાત કરી જ્યારે સુશાંતના નિધન બાદ તેને નેગેટિવિટીનો સામનો કરવો પડ્યો હતો. હવે સુશાંતની બહેન શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતનો એક ફોટો શેર કરીને રિયાનું નામ લીધા વગર જ તેને જવાબ આપ્યો છે. શ્વેતાએ આ સાથે રિયાને એક સવાલ પણ પૂછ્યો છે. શ્વેતાની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
શ્વેતાએ રિયાને પૂછ્યો સવાલ
શ્વેતાએ લખ્યું છે કે જે વ્યક્તિ ચાલ્યો ગયો, જે વ્યક્તિ ખુદને લઇને સ્પષ્ટતા કરી શકતો નથી તેની પર આરોપ લગાવવા. મને સમજાતુ નથી તમે તમારા અંતરાત્માને શું જવાબ આપશો? મારો ભાઇ ખૂબ જ સાફ દિલનો હતો અને લાખો લોકોના દિલમાં આજે પણ ધડકી રહ્યો છે. તમારે સામે આવીને કંઇ પણ બોલવાની જરૂર જ નથી કેમકે દરેક લોકો સત્ય જાણે છે.
View this post on Instagram
ન્યાય માટે લડીશું
શ્વેતાસિંહે આગળ લખ્યું છે કે ભાઇ અમારો ગર્વ હતો, છે અને રહેશે. તેમને લઇને અમારા દિલમાં જે પ્રેમ છે તે કદી ખતમ નહીં થાય. અમે તેમના ન્યાય માટે હંમેશા લડીશું.
રિયાએ શું કહ્યું?
મને ચુડેલ નામ ખૂબ સારુ લાગ્યું. મને આ ખૂબ રસપ્રદ લાગ્યું. પહેલાના સમયમાં ચુડેલ કોણ હતી? એક એવી સ્ત્રી જે પિતૃસત્તાનો વિરોધ કરતી હતી. હું પણ પિતૃસત્તાનો શિકાર થઇ હતી. કોઇ પુરુષ જો દારુ પીવે છે તો તેના માટે પણ તેની પત્નીને જવાબદાર ગણાય છે. લગ્ન બાદ જો કોઇ પુરુષની કરિયર ડાઉન જાય છે તો તેના માટે પણ તેની પત્નીને જ દોષી મનાય છે. મારી સાથે પણ આવું જ થયું છે. કદાચ હું પણ ચુડેલ છું. હું જાણુ છુ બ્લેક મેજિક કરવાનું!
આ પણ વાંચોઃ કરીના કપૂરના સ્વિટ્ઝરલેન્ડ અને મુંબઇના મકાનની કિંમત કરોડોમાં!