ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સુશાંત સિંહ રાજપૂતની બહેને PM મોદીને કરી અપીલ, CBI તપાસ પર ઉઠાવ્યા સવાલ

Text To Speech

મુંબઈ, 14 માર્ચ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને 45 મહિના થઈ ગયા છે. અભિનેતાના મૃત્યુ પાછળનું રહસ્ય જાણવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ આ કેસનો કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. પોતાના ભાઈના મૃત્યુ અને કેસની તપાસથી નારાજ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ વડાપ્રધાન મોદીને મદદ માટે અપીલ કરી છે. 14 જૂન 2020ના રોજ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે પરિવાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે કેસ પોલીસમાંથી CBI પાસે ગયો, પરંતુ 45 અઠવાડિયા પછી પણ તપાસ ટીમ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.

સુશાંત સિંહ રાજપૂતની બહેને પીએમ મોદીને અપીલ કરી

હવે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે, મારા ભાઈના મૃત્યુને 45 મહિના થઈ ગયા છે અને અમારી પાસે CBIની તપાસ અંગે કોઈ અપડેટ નથી. હું તમને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરું છું, કારણ કે એક પરિવાર અને એક દેશ હોવાના લીધે અમે આ કેસથી જોડાયેલા ઘણા વણઉકેલ્યા સવાલોના જવાબ શોધી રહ્યા છે.

શ્વેતાએ વધુમાં કહ્યું કે, પીએમ મોદીની દખલ એટલા માટે ઇચ્છું છું કે જેથી તપાસ અંગે કોઈ અપડેટ મેળવી શકાય. તમારા હસ્તક્ષેપથી અમને એ જાણવામાં ઘણી મદદ મળશે કે CBI તેની તપાસમાં ક્યાં સુધી પહોંચી છે. આનાથી ન્યાય વ્યવસ્થામાં અમારો ભરોસો મજબૂત થશે. અને આ દુઃખમાંથી પસાર થયેલા ઘણા દિલોને શાંતિ મળશે, જેઓ 14 જૂને આખરે શું બન્યું હતું તે સવાલોના આશ્વાસન સાથે જવાબો શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,  સુશાંતે 2013માં આવેલી ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. નિધન પહેલા તેની છેલ્લી રિલીઝ ‘દિલ બેચારા’ હતી, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો: યામી ગૌતમે ઓસ્કાર વિજેતા કિલિયન મર્ફીને અભિનંદન પાઠવ્યા, બોલિવૂડ એવોર્ડને ગણાવ્યો FAKE

Back to top button