ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આદિત્ય ઠાકરે વિરુદ્ધ દિશા સાલિયાનના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, નિતેશ રાણેએ પ્રહારો કર્યા

Text To Speech

મુંબઈ, 20 માર્ચ 2025: દિવંગત બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ કેસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયાને બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે શિવસેના યૂબીટીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ દરમ્યાન ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ દાવો કર્યો છે કે, તેઓ પહેલા દિવસથી કહી રહ્યા છે કે આ હત્યા છે, તેની તપાસ થવી જોઈએ.

હકીકતમાં જોઈએ તો, દિશાના પિતા સતીશ સાલિયાને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને યૂબીટી શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે, પૂર્વ મેયર કિશોરી પેડણેકર અને અન્ય વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. સતીશ સાલિયાને કોર્ટમાં માગ કરી છે કે આદિત્ય ઠાકરે અને અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ 376(ડી), 302,201,218, 409, 166,107,109,120બી અને 34 અંતર્દત કેસ નોંધાવો જોઈએ. તેની સાથે જ તેમણે આ મામલે સીબીઆઈને તપાસ સોંપવાની પણ માગ કરી છે.

સતીશ સાલિયનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી

કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ સતીશ સાલિયાનના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઈમારતની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સતીશ સાલિયાને મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે અને પોલીસને વિનંતી કરી છે કે તેઓ તેમને ખલેલ પહોંચાડે નહીં. તેમણે કહ્યું કે અત્યારે હું વાત કરવાની સ્થિતિમાં નથી.

નિતેશ રાણેએ પ્રહારો કર્યા

આ દરમિયાન, ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ સમગ્ર મુદ્દા પર આદિત્ય ઠાકરે પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “હું પહેલા દિવસથી જ કહી રહ્યો હતો કે આ હત્યા છે અને તેની તપાસ થવી જોઈએ. આદિત્ય ઠાકરેની ભૂમિકાની પણ આમાં તપાસ થવી જોઈએ. પહેલા દિવસથી જ મેં તે લોકોના નામોની તપાસની માંગ કરી હતી, જેમના નામ સતીષ સાલિયાને કોર્ટમાં પોતાની અરજીમાં લીધા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે તત્કાલીન મુખ્યમંત્રીના પુત્ર આદિત્ય ઠાકરેને બચાવવા માટે શું પગલાં લીધા હતા.”

આ પણ વાંચો: IPL પૂર્વે ર્વૈશ્વિક મીડિયા માંધાતાઓ GroupM, Publicis, Dentsu પર ભારતની એન્ટીટ્રસ્ટ રેઇડ

Back to top button