શ્રીલંકા સામેની સીરિઝમાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનતા ભાવુક થયો આ સ્ટાર ખેલાડી, કહ્યું..
આ વર્ષે T20માં જબરદસ્ત ફોર્મમાં રમનાર ભારતીય પ્લેયર સૂર્યકુમાર યાદવ ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. હવે તેને નવી જવાબદારીના રૂપમાં શાનદાર બેટિંગનો લાભ મળ્યો છે. સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારે સૂર્યકુમારને પહેલીવાર આવી જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે સૂર્યકુમાર યાદવ પણ ભારતનો ભાવિ કેપ્ટન બનવાની રેસમાં જોડાઈ ગયો છે. ત્યારે શ્રીલંકા સામેની સીરિઝમાં વાઈસ કેપ્ટન બનાવવા પર સૂર્યકુમાર યાદવ ઈમોશન થયો હતો.
આ પણ વાંચો; દક્ષિણ આફ્રિકાની હારથી ભારતને ફાયદો, હવે ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ રમવાની શું છે સ્થિતિ ?
શું કહ્યું સૂર્યકુમારે?
ત્યારે આ અંગે સૂર્યકુમારે કહ્યું હતુ કે “આ એક સ્વપ્ન જેવું છે. તે કોઈપણ દબાણ લીધા વિના પોતાની કુદરતી રમત રમવાનું ચાલુ રાખશે.” સૌરાષ્ટ્ર સામેની મેચ બાદ તેણે કહ્યું હતું કે “તે (વાઈસ-કેપ્ટન્સી મળશેની આશા પણ કરી નહોતી. ત્યારે હું એટલું જ કહી શકું છું કે આ વર્ષે મેં જે રીતે હું રમ્યો છું તે મારા માટે એક પ્રકારનો પુરસ્કાર છે. ત્યારે આ મારા માટે મોટો પુરસ્કાર છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા સામેની સીરિઝ માટે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ કારણે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન અને સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં તે રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે.
સૂર્યકુમારને પિતાનો પણ સપોર્ટ
સૂર્યકુમારે કહ્યું, “મને મારા પિતા પાસેથી જાણવા મળ્યું કે જેઓ હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેમણે મને લિસ્ટ ફોરવર્ડ કર્યું અને મને એક નાનકડો સંદેશ પણ મોકલ્યો – ‘કોઈપણ દબાણ ન લે અને ફક્ત બેટિંગનો આનંદ માણો’. એક ક્ષણ માટે, મે મારી આંખો બંધ કરી દીધી. અને મારી જાતને પૂછ્યું, ‘શું આ સપનું છે?’
જવાબદારીને લઈને કોઈ દબાણ નહીં
જ્યારે પૂછવામાં આવ્યું કે શું વધતી જવાબદારી તેના પર દબાણ લાવશે, તો સૂર્યાએ કહ્યું, “મારા પર હંમેશા જવાબદારી અને દબાણ હતું. હું હંમેશા મારી રમતનો આનંદ માણું છું અને કોઈ વધારાનો બોજ લેતો નથી. તે સરળ છે. હું ટીમ વિશે વિચારવા માંગુ છું. હોટેલ અને નેટ્સ પર જ્યારે પણ હું બેટિંગ કરું છું, ત્યારે હું મારી રમતનો આનંદ માણવા ત્યાં જાઉં છું.