T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

સૂર્યકુમાર યાદવે તેનાં ‘સ્કૂપ શૉટ’ વિશે કહી એવી વાત કે જેનાથી સ્તબ્ધ થઈ ગયા ખેલાડીઓ

આ સમયે સૂર્યકુમાર યાદવ જે ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે તે જોઈને દરેકને આશ્ચર્યમાં મુકી દીધા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેને ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ કરી હતી, જેમાં તેણે એક સ્કૂપ શોટ પણ માર્યો હતો.જેની સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઈ રહી છે. તે પછી સૂર્યકુમાર યાદવે આ શોટ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો : સેમીફાઈનલમાં કોને રમવું જોઇએ, પંત કે કાર્તિક અંગે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

T20 વર્લ્ડ કપમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ એક અલગ ફોર્મમાં ચાલી રહ્યો છે, જ્યાં તેની બેટિંગને લઈને દરેક લોકો દિવાના બની ગયા છે. ચર્ચાનો વિષય બનેલા સ્કૂપ શોટ પર ચર્ચા કરતાં સૂર્યકુમારે કહ્યું હતું કે તેણે રબરના બોલ સાથે રમતી વખતે આ વિશિષ્ટ શોટમાં નિપુણતા મેળવી હતી.

Surayakumar - Hum Dekhenge News
Surayakumar’s Interview

રબરના બોલે કર્યો જાદુ

T20માં વિશ્વના નંબર વન બેટ્સમેન સૂર્ય કુમારે સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તમારે એ સમજવું પડશે કે તે સમયે બોલર કયો બોલ ફેંકવાનો છે, જે તે સમયે અમુક હદ સુધી તેને તમે પૂર્વનિર્ધારિત કરી શકો. રબર બોલ ક્રિકેટ રમતી વખતે મેં આ શોટની સખત પ્રેક્ટિસ કરી હતી.

બોલરનાં મનને વાંચી લે છે સૂર્યકુમાર

તેણે કહ્યું હતું કે, ‘સૌથી પહેલાં તો તમારે જાણવું પડશે કે તે સમયે બોલર શું વિચારી રહ્યો છે. તમે જાણો છો કે સીમા રેખા કેટલી દૂર છે. જ્યારે હું ક્રિઝ પર હોઉં છું ત્યારે મને લાગે છે કે તે માત્ર 60-65 મીટર દૂર છે અને હું બોલની ઝડપને જાણીને શોટનો સમય કાઢવાનો પ્રયાસ કરું છું. પછી હું મારી જાત પર વિશ્વાસ કરું છું અને બોલને બેટના સ્વીટ સ્પોટ પર લાવવાનો પ્રયાસ કરું છું અને જો તે યોગ્ય રીતે ફટકારવામાં આવે તો તે બાઉન્ડ્રી લાઇનની બહાર જાય છે.

બાઉન્ડ્રી સાથે દોડીને રન લેવા મહત્વના

સૂર્યકુમારે તે વિશે પણ વાત કરી હતી કે તે કેવી રીતે દબાણની પરિસ્થિતિઓનો સામનો કરે છે. તેણે કહ્યું કે, ‘જ્યારે હું બેટિંગ કરતી વખતે બાઉન્ડ્રી મારવાની સાથે વિકેટની વચ્ચે ઝડપથી દોડીને શક્ય તેટલા વધુ રન બનાવવાનો પ્રયાસ કરું છું. જો તમે વિરાટ ભાઈ સાથે બેટિંગ કરો છો તો તમારે ઝડપી રન ચોરી કરવા પડશે.’

સૂર્યકુમારે કહ્યું, ‘હું હંમેશા સતત પ્રયત્નો કરતો રહું છું અને ખાલી જગ્યાઓ પર શોટ રમીને ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરું છું. પરંતુ મને ખબર છે કે તે સમયે મારે કેવા શોટ રમવાની જરૂર છે. હું સ્વીપ, ઓવર કવર અને કટ શોટ્સ રમું છું અને જો હું તેમાં સફળ થઈશ તો હું ત્યાંથી પણ આગળ વધીશ.’

રવિવારના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૂર્યકુમારે તેના વિવિધ સ્ટ્રોકથી 82,000 દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેણે 25 બોલમાં અણનમ 61 રનની ઇનિંગ રમી, જેના કારણે ભારતે 5 વિકેટે 186 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. આ ઇનિંગ્સના છેલ્લા બોલ પર તેણે અસાધારણ એક શોટ ફટકાર્યો હતો. રિચાર્ડ નાગરવા દ્વારા ફેંકવામાં આવેલાં બોલને તેણે ઓફ-સ્ટમ્પની બહાર નીકળી ઘૂંટણ પર બેસી ફુલ ટોસ શોટ મારી સિક્સ ફટકારી હતી રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ તેની પ્રશંસા કરી હતી.

Back to top button