હેલમેટ પર બોલ વાગતા મેદાનમાં જ ઢળી પડ્યો સૂર્યકુમાર યાદવ, સ્ટેડિયમમાં બેઠેલી પત્નીના શ્વાસ અધ્ધર થઈ ગયા


અમદાવાદ 30 માર્ચ 2025: IPL 2025 ની 11મી મેચમાં, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી, આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં ફક્ત 160 રન જ બનાવી શકી અને આ સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો.
આ મેચમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાના ખતરનાક બાઉન્સર બોલ પર બેટિંગ કરતી વખતે તેમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ ઘાયલ થઈ ગયો, જેના પછી સ્ટેડિયમમાં બેઠેલા બધા મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો થોડા સમય માટે મુંઝાઈ ગયા હતા.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) March 29, 2025
હેલ્મેટ પર બોલ વાગતાં જ સૂર્યકુમાર યાદવ જમીન પર સૂઈ ગયો
આ મેચમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે તેમણે ૧૩ ઓવરમાં ૧૦૮ રન બનાવી લીધા હતા. ગુજરાતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા દ્વારા ફેંકવામાં આવેલો 14મી ઓવરનો પહેલો બોલ ધીમો બાઉન્સર હતો, જેને સૂર્યકુમાર યાદવ સમજી શક્યા નહીં અને બોલ તેના ગ્લોવ્સ પર વાગીને સીધો તેના હેલ્મેટ પર ગયો, જેના કારણે સૂર્યાને ઝટકો લાગ્યો. બોલ તેના હેલ્મેટ પર વાગતાની સાથે જ સૂર્યકુમાર યાદવ તરત જ જમીન પર પડી ગયો, ત્યારબાદ ગુજરાત ટાઇટન્સના અન્ય ખેલાડીઓ તરત જ તેની તરફ દોડી ગયા અને તેની તબિયત પૂછવા લાગ્યા. તે જ સમયે, સ્ટેડિયમમાં બેઠેલી તેની પત્નીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સના ફિઝિયોએ સૂર્યાનો કોન્કશન ટેસ્ટ કરાવ્યો અને ત્યારબાદ તેને બેટિંગ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો. જોકે, સૂર્યા આ મેચમાં પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં અને 28 બોલમાં 48 રન બનાવીને પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આઉટ કર્યો.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ ટીમ માટે સારી રહી નથી, જેમાં તેમને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી મેચ પણ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો 36 રનથી પરાજય થયો. આ મેચમાં તેમના બેટ્સમેનોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું.
આ પણ વાંચો: મારા પતિને સેક્સમાં કોઈ રસ નથી, ખાલી મંદિર અને આશ્રમમાં જાય છે: જાણો કોર્ટે શું ચુકાદો આપ્યો