સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ : T20Iમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર બન્યો પહેલો ભારતીય બેટર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેની અડધી સદી પૂરી કરી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો છે. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટર બની ગયો છે. તેના પહેલા એક વર્ષમાં અન્ય કોઈ બેટ્સમેને ભારત માટે આવું કારનામું કર્યું નથી. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા વર્ષ 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રીઝવાનનાં નામે આ રેકોર્ડ હતો.
આ પણ વાંચો : ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું : હવે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં જંગ
સૂર્યકુમાર યાદવે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી
સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે સામે શાનદાર ઇનિંગ રમી અને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ મેચમાં તેણે 24 બોલમાં 4 સિક્સ અને 6 ફોર ફટકારીને અણનમ 65 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચમાં 101 રને 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સૂર્યકુમારે ફરીથી પોતાની ધમાકેદાર ઇનિંગ વડે ભારતીય ટીમને સંભાળવાનું કામ કર્યું અને તેની ઇનિંગ્સ ટીમ માટે ખૂબ જ ઉપયોગી રહી. તેની ઇનિંગ્સના આધારે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા.
SKY's the limit ????
For his breathtaking 25-ball 61*, Suryakumar Yadav is the @aramco POTM ⭐#T20WorldCup pic.twitter.com/0ET9rQGemZ
— ICC (@ICC) November 6, 2022
T20WC 2022માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2022માં સૂર્યકુમાર યાદવનું બેટ વિરોધી ટીમો પર તબાહી મચાવી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં, તેણે સુપર 12ની પાંચ મેચોમાં 3 અર્ધસદી ફટકારી છે અને 193.96ના સ્ટ્રાઈક રેટ સાથે 75ની એવરેજથી 225 રન બનાવ્યા છે. T20 વર્લ્ડ કપમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 68 રન છે.
સૂર્યકુમારે 2022માં ટી20માં સૌથી વધુ રન બનાવ્યા છે
વર્ષ 2022માં અત્યાર સુધીમાં સૂર્યકુમાર યાદવે 28 મેચની 28 ઇનિંગ્સમાં 44.60ની એવરેજ અને 186.54ની સ્ટ્રાઇક રેટ સાથે 1026 રન બનાવ્યા છે અને તે સૌથી વધુ રન બનાવનારની બાબતમાં નંબર વન પર છે. તેણે 28 ઇનિંગ્સમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે, એટલું જ નહીં આ સાથે તે ICC T20I નાં બેટિંગ રેન્કમાં પણ ટોચનાં સ્થાને છે.
ICC T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો સૂર્યા
સૂર્ય કુમાર યાદવ હવે ICC T20 રેન્કિંગમાં ટોચ પર આવી T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. સાઉથ આફ્રિકા સામેની અડધી સદી બાદ તેને 863 પોઈન્ટ મળ્યા હતાં. સૂર્યકુમારને છેલ્લી મેચની અડધી સદીનો ફાયદો મળ્યો અને તે હાલ ટોપ પર પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં સૂર્યાએ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે.