ગુજરાતટોપ ન્યૂઝ

મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ, મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારિયાને રૂ.1.75 લાખનું ઈનામ મળ્યુ

Text To Speech
  • મોઢેરા ખાતે રાજયકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
  • સમારોહમાં ત્રણ હજારથી વધુ લોકો એક સાથે સૂર્યનમસ્કાર કર્યા
  • CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહ્યાં

મોઢેરા સૂર્યમંદિરમાં સૂર્યનમસ્કારનો રેકોર્ડ થયો છે. જેમાં 2024ના પ્રથમ દિવસે સૂર્યનમસ્કારનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહ્યાં છે. 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન થયુ છે. તેમજ અન્ય 75 સ્થળોએ પણ સામૂહિક સૂર્યનમસ્કાર યોજાઇ રહ્યો છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં ઠંડી બાબતે અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે 

મોઢેરા ખાતે રાજયકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે રાજયકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો છે. સી. એમ. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજયકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો છે. રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો છે. હરિયાણાના સંદીપ આર્યએ ગિનિઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર સમારોહનું આયોજન થયુ છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર છે. આંતરરષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર પૂજા પટેલ સન્માનિત થયા છે. જેમાં મહેસાણાની પૂજા પટેલને રૂ. 1 લાખનું સન્માન આપવામાં આવ્યું છે. મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારિયાને 1.75 લાખનું બીજું ઈનામ મળ્યુ છે.

 

સમારોહમાં ત્રણ હજારથી વધુ લોકો એક સાથે સૂર્યનમસ્કાર કર્યા

મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં ત્રણ હજારથી વધુ લોકો એક સાથે સૂર્યનમસ્કાર કર્યા છે. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું છે.

Back to top button