સુર્ય ગોચરઃ હવે શરૂ થશે આ રાશિઓનો સારો સમય
- 15 જૂન ગુરૂવારના રોજ સાંજે 6.07 કલાકે સુર્યનું રાશિ પરિવર્તન
- નવ ગ્રહમાં સુર્ય સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે
- જ્યોતિષમાં સુર્યને આત્મા, પિતા, રાજનીતિનો કારક માનવામાં આવે છે
ગ્રહોના રાજા સુર્યનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યુ છે. સુર્યનું ગોચર મિથુન રાશિમાં 15 જુન ગુરુવારના રોજ સાંજે 6.07 કલાકે થશે. સુર્ય મિથુન રાશિમાં લગભગ 1 મહિનો એટલે કે 16 જુલાઇ સુધી વિરાજમાન રહેશે. ત્યારબાદ સુર્યદેવ કર્ક રાશિમાં પ્રવેશશે. સુર્યનું રાશિ પરિવર્તન માનવજીવન પર પ્રભાવ કરે છે. સુર્ય પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો પ્રાકૃતિક સ્ત્રોત છે. સુર્યને નવ ગ્રહમાં સૌથી મોટો પણ માનવામાં આવે છે. જ્યોતિષમાં સુર્યને આત્મા, પિતા, રાજનીતિનો કારક માનવામાં આવે છે.
કુંડળીમાં સુર્યની મજબૂત સ્થિતિ હોવાથી ઉચ્ચ પદ અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ મેષ રાશિમાં સુર્ય ઉચ્ચનો અને તુલા રાશિમાં નીચનો માનવામાં આવે છે. સુર્યનું ગોચર તમામ 12 રાશિઓને પુર્ણ રીતે પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક રાશિના જાતકો માટે તે શુભ રહેશે. તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે.
મેષ
સુર્યનુ ગોચર મેષ રાશિના તૃતિય ભાવમાં થવા જઇ રહ્યુ છે. આ ગોચરથી યાત્રાના યોગ બનશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમામ વાતોને તમે ધ્યાનપૂર્વક સમજશો અને તેને મહત્ત્વ આપશો. વેપારમાં ઉન્નતિ મેળવશો. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ સાથે સારો વ્યવહાર તમને લાભ આપશે.
સિંહ
સુર્યનુ ગોચર સિંહ રાશિના એકાદશ ભાવમાં હશે. આ ગોચર અનેક બાબતોમાં લાભદાયક સાબિત થશે. તમામ કાર્યોમાં અનુકુળ પરિણામ પ્રાપ્ત થશે. સફળતા મળવાના પણ યોગ છે. જે કામને તમે કરશો તેમાં તમને સફળતા મળશે. શત્રુ દુર રહેશે. સમાજમાં માન-સન્માન મળશે અને ધન પ્રાપ્તિના યોગ બનશે.
કન્યા
સુર્ય ગોચર દશમ ભાવમાં થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કરિયરમાં ઉંચાઇઓ પ્રાપ્ત થશે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. બિઝનેસમાં સારી ઉન્નતિના યોગ છે. કાર્યકુશળતામાં વધારો થશે. નવા મિત્રો મળશે. આત્મવિશ્વાસમાં આવીને કોઇ ખોટો નિર્ણય ન લેતા.
કુંભ
સુર્યનું ગોચર કુંભ રાશિના પંચમ ભાવમાં થવા જઇ રહ્યુ છે. આ સમસ્યા નવા કામ શરૂ કરવાને અનુકુળ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. આરોગ્ય સારુ રહેશે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. વ્યવસાયમાં ઉન્નતિના યોગ બનશે. આર્થિક લાભ થવાની શક્યતાઓ છે.
આ રાશિ સાચવે
આ ગોચરો દરમિયાન મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના જાતકોએ ધ્યાન આપવાની જરૂર છે. આ લોકોનું આરોગ્ય બગડી શકે છે. ખર્ચા વધી શકે છે. વધુ પ્રયાસ કરશો ત્યારબાદ જ સફળતા મળશે.
આ પણ વાંચોઃ ડાર્ક ચોકલેટના ફાયદા જાણીને ચોંકી જશો તમે!