ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપીમાં ચાલૂ રહેશે સર્વે; ખોદકામ પર બે સપ્તાહ માટે પ્રતિબંધ- SCએ કહ્યું- હાઇકોર્ટ જાઓ

Text To Speech

વારાણસી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવવાને લઈને ઇનકાર કરી દીધો છે. તે સાથે જ બે સપ્તાહ સુધી પરિસરમાં કોઈ જ પ્રકારનું ખોદકામ ન કરવાનું કહેવામાં આવ્યું છે. બપોરે બે વાગે ફરીથી મામલાની સુનાવણી થશે. જ્ઞાનવાપી મસ્જિદને સંભાળનાર મેનેજમેન્ટ અંજુમન કમેટીએ કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ મસ્જિદ પરિસરના સર્વેક્ષણ માટે વારાણસી જિલ્લા અદાલતના આદેશ વિરૂદ્ધ અરજી દાખલ કરી છે.

વારાણસી જિલ્લા કોર્ટના આદેશ પર સોમવારે (24 જૂલાઇ) એએસઆઈની ટીમ સર્વે માટે મસ્જિદ પરિસર પહોંચી છે. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે એએસઆઈને 11.15 વાગે કોર્ટમાં હાજર રહીને સર્વે માટે જાણકારી આપવાનું કહ્યું છે.

અમને અપીલની તક મળી નથી- અંજુમન કમિટી

અંજુમન કમેટી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકિલ હુજેફા અહેમદીએ બેન્ચને કહ્યું, શુક્રવારે સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો. અમને અપીલની તક મળી નથી અને સર્વે શરૂ થઇ ગયો છે. તેમને કહ્યું, આદેશમાં ખોદકામનો ઉલ્લેખ છે તો અમને અપીલની તક મળવી જોઈએ.

આ પણ વાંચો- ‘જો હું પાકિસ્તાન પાછી જઈશ તો મને મારી નાખશે’, આટલુ બોલીને સીમા હૈદર રડી પડી

સીજેઆઈએ પ્રશ્ન કર્યો છે કે સર્વે દરમિયાન ખોદકામ થશે તો યૂપી સરકારના વકીલ તુષાર મહેતાએ જણાવ્યું કે સર્વે આધુનિક ટેકનોલોજીથી થશે. આમાં કોઈ નુકશાન પહોંચશે નહીં. હિન્દૂ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને પણ જણાવ્યું કે સર્વેમાં ખોદકામ થશે નહીં.

એક ઈંટ પણ સરકાવવામાં આવી નથી- તુષાર મહેતા

અહમદીએ પીઠને કહ્યું, અમે સર્વે માટે બે-ત્રણ દિવસ રોકાવવાનો અનુરોધ કર્યો પરંતુ તેઓ રોકાયા નહીં. અમારું માનવું છે કે હાલ વૈજ્ઞાનિક સર્વેનો સમય આવ્યો નથી. આ કેસને મેરિટ પર લેવું જોઈએ. અહેમદીએ કહ્યું, પશ્ચિમી દિવાર પર ખોદકામ થઈ રહ્યું છે.

યૂપી સરકારના વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે મેં તપાસ કરી છે. ત્યાં એક ઈટ પણ સરકાવવામાં આવી નથી. મહેતાએ કહ્યું, એક સપ્તાહ સુધી કોઈ જ રીતનું નુકશાન પહોંચાડવામાં આવશે નહીં. ત્યાર સુધી તેઓ હાઈકોર્ટ જઈ શકે છે પરંતુ અહેમદીએ ભાર આપીને સર્વે રોકવાની માંગ કરી.

આ પણ વાંચો- મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, દાહોદ જિલ્લો સજ્જડ બંધ, પ્રદર્શનકારીઓએ ટાયરો બાળ્યા

Back to top button