ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરાર્યો શરુ

Text To Speech

જૂનાગઢ: સિઝનનો સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો, જેને લઈને ખેતરોના પાકને ભારે નુકસાન થયુ હતું. ભારે વરસાદને કારણે મગફળી સોયાબીન કપાસ સહિતના ભાગને વ્યાપક નુકસાની થઈ છે. આ સાથે જ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું હતું અને તેને કારણે સારા ઉત્પાદનની આશા રાખીને ખેડૂતો જે વાવેતર કર્યું હતું તે ત્રણ લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી મોટા ભાગના ખેતરોનું ધોવાણ થઈ જતા પાક સદંતર નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ પણ ખેતરોમાં પાણી ભરેલા છે તેથી પાક થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી જેથી સર્વેની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તેવી ખેડૂતોની માગણીને આધારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢના જે તાલુકામાં વધુ નુકસાન થયુ છે ત્યાં પહેલુ સર્વે કામ હાથ ધરાય તે રીતે ગ્રામસેવક અને તલાટી મંત્રીઓ મળીને તૈયારી કરવામાં આવી છે. જૂનાગઢના વિસ્તારોમાં સર્વેની કામગીરી જલ્દી પુર્ણ થાય તેવી સુચના આપવામાં આવી છે. પરંતુ જ્યાં ભારે વરસાદ હતો ત્યાં હજી પણ કેટલાંક ખેતરોમાં પાણી ઓસર્યા ન હોવાથી સર્વે કામગીરીમાં વિલંબ થાય તેવી શક્યતા છે. ત્યારે બીજી બાજુ સર્વે કામગીરી શરુ થતાં ખેડૂતોને રાહત થઈ છે.

સર્વે કરાર્યો શરુ-HDNEWS

જૂનાગઢ જિલ્લામાં આજથી વિવિધ તાલુકાઓમાં 68 થી વધુ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મુખ્ય પાકોમાં મગફળી કપાસ અને સોયાબીન તેમાં સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં પાક નિષ્ફળ થતાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ત્રાટક્યું IT, કલ્પતરુ અને JMC ગ્રુપના દેશભરના 40 સ્થળોએ સર્ચ ઓપરેશન

Back to top button