ઉત્તર ગુજરાતગુજરાત

આશ્ચર્ય : ખેરવાડાથી પદયાત્રી સાથે 250 કિલોમીટર ચાલી શ્વાન અંબાજી પહોંચ્યો

Text To Speech

પાલનપુર : અંબાજી ભાદરવી મહાકુંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વહીવટી તંત્રએ આ મેળાને લઈને કામગીરીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે દૂર-દૂરથી માઇ ભકતોઓ આ મહામેળામાં અંબાજી પહોંચવા અત્યારથી જ પદયાત્રા શરૂ કરી દીધી છે. કેટલાક માઇભક્તો સંઘ લઈને અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે પદયાત્રી સાથે 250 કિલોમીટર ચાલીને શ્વાન પણ અંબાજી પહોંચ્યો હતો.

લોકોને વિશ્વાસ ન થાય તેવી બાબત

આ મેળામાં ગુજરાત જ નહીં રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો “બોલ મારી અંબે….જય જય અંબે…..”ના નાદ સાથે આવી રહ્યા છે. રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ખેરવાડા ગામેથી માઇ ભકતો અંબાજી આવી રહ્યા છે. આ ભક્તો 250 કિલોમીટર દૂરથી પગપાળા અંબાજી આવ્યા હતા. તેમની સાથે તેમના ગામનો એક શ્વાન પણ યાત્રામાં જોડાયો હતો. આ પદયાત્રામાં શ્વાનને સાથે આવેલો જોઈને અનેક માઇ ભકતોને નવાઈ પણ લાગી હતી. તો કેટલાક તેને શ્રદ્ધાની નજરે પણ જોઈ રહ્યા છે.

Back to top button