ચૂંટણી ટાણે ડીસા માર્કેટ યાર્ડમાં પેઢીની દુકાનમાં એમ.સી.એક્સ.ના ભાવ પર રમાતો જુગાર ઝડપાતા આશ્ચર્ય : બે વેપારીની ધરપક
- પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી
પાલનપુર : ડીસા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત 6 ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થતા હવે ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભીલડી વિભાગ સહિત ભાજપના કાર્યકરોમાં મૌન આક્રોશ હોવાનું જાણવા મળી રહેલ છે.એકજ પાર્ટી,સમાજ અને પરિવાર માં પણ કોંગ્રેસ ભાજપ કોરાણે મૂકી ખેડૂત વિભાગની બેઠકો સર કરવા ચાલી રહેલ ચૂંટણી જંગમાં કોણ કોની સાથેના લેખાજોખા સાથે ડીસા એપી એમસી ની ચૂંટણી મુકાબલો પ્રેક્ષકો ખેડૂતો મતદાતાઓ માટે રોમાંચક બની રહેશે ત્યારે ગત રોજ થયેલ એમ સી.એક્સ.ના જુગાર કેસ બાબતે અનેક તર્ક વિતર્ક વહેતા થયેલ છે.
ડીસા માર્કેટયાર્ડની પેઢીમાં એમ. સી.એક્સ.ના ભાવ પર જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે બે વેપારીઓ સામે જુગારનો કેસ કરતા અનેક તર્ક – વિતર્ક વહેતા થયેલ છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક વિસ્તારમાં એમસીએક્સ ના ભાવ ઉપર લોકોને જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી આધારે પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવતા બે શખ્સો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હતા. જેમાં ભાભર તાલુકાના મુળ માળીવાસ ખાતે રહેતા અને ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા રમેશ કિશોરભાઈ માળી તેમજ ટેટોડા ગામના માધુભાઈ અરજણભાઈ ચૌધરીને એમસીએક્સ ના ભાવ પર જુગાર રમવાના કેસમાં ઝડપી લઇ બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં માર્કેટ યાર્ડમાં પેઢીમાં પ્રથમ માળે આ જુગાર રમતો હતો. જેમાં પોલીસે મોબાઈલ ફોન, જુગાર સાહિત્ય અને રોકડ સહિત મુદ્દામાલ પણ કબજે કરી ક્રોસ તપાસ ડીસા તાલુકા પોલીસને સોંપી હતી ત્યારે ચૂંટણી સમય ઝડપાયેલ જુગારને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયેલ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મહંતશ્રી રાજેન્દ્રાનંદગિરિજીની વરણી