ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સર્જિકલ સ્ટ્રાઇક દિવસઃ દેશના સાચા નાયકોની વીરગાથા

  • સર્જિકલ સ્ટ્રાઈક: ભારતીય સેનાએ ઉરીનો બદલો લીધો, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને પાઠ ભણાવ્યો, સર્જિકલ સ્ટ્રાઈકની કહાની તમને ઉત્સાહથી ભરી દેશે.

સર્જિકલ સ્ટ્રાઇક દિવસઃ 7 વર્ષ અગાઉ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને પાઠ ભણાવ્યો, એ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક આજે પણ બધાને યાદ છે. વર્ષ 2016 અને આજની તારીખ 29મી સપ્ટેમ્બર. આ એ સમય હતો જ્યારે સમગ્ર વિશ્વના લોકો ટીવી પર માત્ર એક જ સમાચારથી જાગી ગયા હતા, ભારતીય સૈનિકોની અદમ્ય હિંમત અને બહાદુરીથી આ દિવસ ભારતના ઈતિહાસનો સૌથી મોટો દિવસ બની ગયો હતો, જ્યારે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની અંદર 3 કિલોમીટર અંદર ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી.

  • ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને ખત્મ કરવાની સાથે ચાર ડઝનથી વધુ આતંકવાદીઓને નરકમાં મોકલવામાં આવ્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઈકની આજે સાતમી વર્ષગાંઠ છે. સેનાના આ સાહસિક પગલાને દેશ ગર્વથી યાદ કરી રહ્યો છે.

ઉરી હુમલાનો બદલોઃ

સર્જિકલ સ્ટ્રાઈકના સાહસિક પગલા પહેલા 18 સપ્ટેમ્બર (2016)ની તે કાળી રાત પણ આવી હતી જ્યારે આતંકવાદીઓએ રાત્રે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સ્થાનિક આર્મી હેડક્વાર્ટર પર હુમલો કરીને સૂતેલા 18 જવાનોને મારી નાખ્યા હતા. જો કે ભારતીય જવાનોએ ચાર કલાકની લડાઈ પછી ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યાર પછી ભારતીય સેનાએ તેના સાથીઓની શહાદતનો બદલો લેવાનું નક્કી કર્યું હતું, અને PMOમાં એક ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી અને ભારતીય સેનાની તાકાતને દુનિયાભરમાં બતાવવાનો સાહસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય સેના 28-29 સપ્ટેમ્બર 2016 ની રાત્રે POK માં પ્રવેશી હતી

જ્યારે ભારતીય સેનાના પેરાટ્રૂપર્સની ટુકડી 28-29 સપ્ટેમ્બર 2016 ની રાત્રે POK માં પ્રવેશી ત્યારે ન તો પાકિસ્તાની સૈનિકો અને ન તો સરહદ પાર છુપાયેલા ભારતના દુશ્મનની આતંકવાદીઓ સામે આવ્યા. ત્યારે ભારતના ઈન્ટેલિજન્સ સેટેલાઈટની તસવીરો સૌથી વધુ મદદરૂપ થઈ હતી. આતંકવાદીઓના ચોક્કસ લોકેશન પર પહોંચ્યા બાદ ભારતીય સેનાના પેરા ટ્રુપર્સે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. સેના દ્વારા આનો એક વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીના ઠેકાણાઓને ચારે બાજુથી ઘેરીને નષ્ટ કરવામાં આવતા હોવાની ઝલક દુનિયાએ જોઈ હતી.

સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન PM મોદીએ સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી:

આ સમગ્ર ઓપરેશનની દરેક ક્ષણની અપડેટ રાજધાની દિલ્હીથી લેવામાં આવી રહી હતી. ખુદ પીએમ મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ભારતીય સેનાના મુખ્ય અધિકારીઓ સ્પેશિયલ ફોર્સના આ સાહસિક ઓપરેશનને નિહાળી રહ્યા હતા. જ્યારે ભારતીય સૈનિકો સર્જિકલ સ્ટ્રાઈક કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકોએ તેમના પર પણ ગોળીબાર કર્યો હતો, ત્યારે પેરા સૈનિકોએ બે પાકિસ્તાની સૈનિકોને પણ માર્યા હતા. એક પણ ભારતીય સૈનિક શહીદ થયો ન હતો અને આ ઓપરેશનને મોટી સફળતા મળી હતી.

આર્મીનું અભિયાન તમને ગર્વ અપાવશે.

  • ભારતીય સેનાની બોલ્ડ સર્જિકલ સ્ટ્રાઈકની વિશેષતા થોડા મુદ્દાઓમાં સમજો જે તમને ગર્વ અપાવશે.

1. ઉરી હુમલાના ઘાને હૃદયમાં સહન કરીને, આતંકવાદીઓને પાઠ ભણાવવાના જુસ્સા સાથે 28-29 સપ્ટેમ્બરના રોજ લગભગ 12.30 વાગ્યે ઓપરેશન શરૂ કર્યુ હતું.

2. વિશેષ દળોના પેરાટ્રૂપર્સ કમાન્ડોને LOC નજીક એરડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ પગપાળા ચાલીને સરહદ પાર કરીને POKમાં પ્રવેશ્યા હતા.

3. આતંકવાદીઓ રહેતા તે સ્થળ સરહદથી 3 કિલોમીટરની અંદર હતું, જ્યાં પેરાટ્રૂપર્સ, સાવધાનીપૂર્વક આગળ વધીને કોઈ અવાજ કર્યા વિના પહોંચી ગયા હતા.

4. એક સાથે ત્રણ સ્થળોએ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભીમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લિપા સેક્ટરમાં આતંકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કરવામાં આવ્યા હતા.

5. આતંકીઓને ઠાર કર્યા બાદ ભારતીય સેનાના બહાદુર જવાનો કોઈ જાનહાનિ વિના સુરક્ષિત પરત ફર્યા હતા.

6. માત્ર 4 કલાકમાં જ ભારતીય સેનાએ ઓપરેશન પુરુ કર્યુ હતું.

7. ઓપરેશન સફળ થયા બાદ પીએમ મોદીએ આ ઓપરેશનમાં સામેલ સૈનિકોને પોતાની સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: આ રવિવારે એક કલાક દેશ માટે ફાળવવા નાગરિકોને વડાપ્રધાનની હાકલ

Back to top button