સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટના રોડ પર ગત રોજ લોહિયાળ જંગ ખેલાયો. જાણે કાયદાનો ડર ના હોય તેમ તલવારો અને પાઈપો વડે મારામારીના દ્રશ્યો સર્જાયા. ભુંડ પકડવાના જેવી બાબતે ધોળાદિવસે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને ચારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં લોહિયાળ જંગ, મારામારીના દ્રશ્યો#surendranagar #Viral #ViralVideo #combat #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/67reXLg3YO
— Hum Dekhenge News (@humdekhengenews) July 26, 2022
ભૂંડ પકડવા બાબતે લોહિયાળ જંગ ખેલાયો
ગત રોજ શહેરના 80 ફૂટ રોડ પર અલ્ટ્રાવિઝન સ્કૂલ સામે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ભૂંડ પકડવા બાબતે સરદારજીઓ આમને સામને આવી ગયા હતા. જાહેરમાં સામસામે વાહનો અથડાવીને તલવારો ઉલાળતા લોહિયાળ જંગ ખેલાયો હતો.જેને પગલે આસપાસના લોકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. આ મારામારીની ઘટનામાં ચાર ઈસમોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જૂથ અથડામણનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.પોલીસે જૂથ અથડામણ મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
હુમલામાં ત્રણને ગંભીર ઈજા
શહેરમાં ભુંડ પકડવા બાબતે એક જૂથે બીજા જૂથની હદમાંથી ભુંડ પકડતા મામલો ખુની હુમલા સુધી પહોચ્યો હતો. બનાવની જાણ થતા બી. ડિવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છેકે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.