કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ, સુરેન્દ્રનગર SOGએ ડ્રગ્સના જથ્થા સાથે 3ને ઝડપ્યા

Text To Speech
  • સુરેન્દ્રનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો
  • શંકાસ્પદ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ લોકોની ધરપકડ
  • શંકાસ્પદ ડ્રગ્સ સાયપ્રો હિપ્ટાડીનનો પાવડર હોવાનુ સામે આવ્યું

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગાર સહિત માદક પદાર્થની હેરાફેરી તેમજ ખરીદ વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રવૃત્તિઓને રોકવા તેમજ આ પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઝડપી પાડવા ગુજરાત પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં એસઓજીની ટીમ પણ તેમની આ કામગીરીમાં ભાગ લઈ રહી છે. ત્યારે આ કામગીરી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાામાંથી શંકાસ્પદ ડ્રગ્સના જથ્તા સાથે 3ને ઝડપી પાડવામાં આવ્યા છે.

ડ્રગ્સનો જથ્થો ગાંધીનગર મોકલવામં આવ્યો

અહેવાલ થકી મળતી માહીતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિલય ઓપરેશનની ટીમને મળેલી બાતમી અનુસાર રેડ પાડતા ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઈસમો મળી આવ્યા હતા. જેથી ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બાદ આ ડ્રગ્સ કર્યા પ્રકારનો છે તે જાણવા માટે આ જથ્થાને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા જપ્ત કરવામાં આવેલો જથ્થો સાયપ્રો હિપ્ટાડીનનો પાવડર હોવાનું સામે આવ્યું છે. જો કે, આ સાયપ્રો હિપ્ટાડીનનો પાવડર અંગે વધુ માહિતી મેળવવા માટે તેને હાલ ગાંધીનગર એફએસએલની ટીમ પાસે મોકલવામાં આવ્યો છે.

ડ્રગ્સના જથ્થા સહિત 3 લોકોને ઝડ઼પી પાડ્યા

મહત્વનું છે કે,સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા ડ્ર્ગ્સનો જથ્થો નાર્કોટિક્સની કેટેગરીમાં આવતો નથી. જેથી પોલીસે આ કેસમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો : જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ ખાસ વાંચો,ભારે વરસાદને કારણે મીટરગેજ સેક્શનની કેટલીક ટ્રેનો રદ

Back to top button