ગુજરાતટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બન્યા બેફામ, 3 દિવસમાં 7 શ્રમિકોના મૃત્યુ

Text To Speech
  • 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 4 મજૂરો જીવતા દટાઈ ગયા
  • કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા
  • 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. જેમાં 3 દિવસમાં 7 શ્રમિકોના મૃત્યુ થયા છે. થાનગઢમાં ગેરકાયદેસર ખનન ચાલતુ હતુ તેમાં શ્રમિકોના મોત નીપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ શ્રમિકોના મોતના સોદાગરો બન્યા છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કુલ 7 શ્રમિકોના મોત નિપજ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં અનેક CCTV બંધ હાલતમાં જોવા મળ્યા, પોલીસ દ્વારા રજૂઆતો કરાતા તંત્ર બેધ્યાન

300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 4 મજૂરો જીવતા દટાઈ ગયા

જિલ્લાના થાનના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી કાર્બોસેલની ખાણમાં 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 4 મજૂરો જીવતા દટાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહની શોધખોળ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વર્લી વચ્ચેના વિસ્તારમાં વધુ 3 મજુરોના મોત થયાની ઘટના સામે આવી છે. શ્રમિકોના મોત બાદ ખનનમાફીયાઓ દ્વારા મૃતકોને સગેવગે કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોને શોધવાની અને બનાવની જગ્યાએ પહોંચવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસમાં 7 મજુરોના મોત નિપજ્યાં છે.

કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા

સુરેન્દ્રનગરના ભેટ ગામે ખનિજ માહિયાઓ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Back to top button