સુરેન્દ્રનગર : પરિવારનો સામૂહિક આપઘાત, દિકરી સહિત માતા-પિતાએ કેનાલમાં ઝંપલાવ્યું
સુરેન્દ્રનગરમાં એક પરિવારે કેનાલમાં કુદી સામુહિક આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે. આ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પરિવારે એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું
જાણકારી મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસે નર્મદાની કેનાલમાં કૂદીને એક જ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાત કર્યો હતો. એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી
આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના પરિવારે દુધરેજ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. માતા-પિતા અને દીકરીએ કેનાલમાં એક સાથે ઝંપલાને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસ અને ફાયર વિભાગે જાણ કરી હતી. જેથી માહિતી મળતા તાત્કાલિક ફાયર અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
આ પરિવારે એક સાથે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ. આ આત્મહત્યા કરવા પાછળનુ કારણ હજુઅકબંધ જ છે. હાલ પોલીસે કેનાલમાંથી મૃતદેહ કાઢીને પરિવારજનો તેમજ અન્ય લોકોની પૂછપરછ શરુ કરી છે.
આ પણ વાંચો : વડોદરાના નવા બજારમાં એક સાથે ત્રણ દુકાનોમાં આગ, લોકોમાં અફરા તફરીનો માહોલ