સુરેન્દ્રનગર : સમઢીયાળા ગામે જૂથ અથડામણ મામલે મોટી કાર્યવાહી, 2 PSI સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. અને ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.
અથડામણમની ઘટના મામલામાં 2 PSI સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજતા મામલો વધુ તંગ બન્યો હતો. આ ઘટના બાદ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ કેટલાક પગલા લીધા હતા અને આ કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સાથે સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. આ ઘટના બાદ ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન પીએસઆઈ જે બી મીઠાપરા અને હાલના મહિલા પીએસઆઈ ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે આપી ન્યાયની ખાતરી
આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવહી હાથ ધરી મૃતકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી પણ આપવામા આવી છે.
આ પણ વાંચો : PM મોદી ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલને 26 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ