સુરેન્દ્રનગર : વઢવાણમાં ત્રિપલ મર્ડર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલા ફુલગ્રામ ગામમાં એક સામાન્ય ઝગડામાં સસરા,પુત્ર અને પુત્રવધૂનું મર્ડર કરી એક શખ્સ ફરાર થઈ ગયો. ગામમાં રસ્તા પર ચાલવા જેવી નાની બાબતને લઈને ઝગડો થતાં આરોપી ત્રણ લોકોની હત્યા કરીને ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત : CNG પંપની હડતાલથી રિક્ષા ચાલકોને હાલાકી
આરોપી ભાગભાઈ નગજીભાઈ મૂળ મોરવાડ ગામનો રહેવાસી છે અને ઘણા સમયથી ફુલગ્રામ ગામમાં જરહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રસ્તામાં ચાલવા બાબતે ઝગડો થતાં આરોપી ભગાભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સસરા,પુત્ર અને પુત્રવધૂની હત્યા કરી ફરાર થઈ ગયો છે.
આ પણ વાંચો : પાલનપુરમાં પૂનમના દિવસે હરસિદ્ધ માતાના મંદિરે ભૂદેવ દ્વારા યોજાયો હવન
એકસાથે ત્રણ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં બહેનો માહોલ સર્જાયો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ વઢવાણ અને જોરવર્નગરના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં આરોપીને પકડી પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.