

- સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
- માર્ગ દુર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
- મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. હાલ પોલીસ દ્વારા મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે આજે ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત થતા ઇકોમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પોલીસે સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર નીકળવામા આવ્યા હતા.
આ મૃતકોના મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.