જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, સુરતના VR મોલને બોમ્બથી ઉડાવાની ધમકી
સુરત, 09 એપ્રિલ 2024, શહેરમાં સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધમકી મળતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને આખો મોલ ખાલી કરાવ્યો છે. સુરત વી.આર.મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ અને ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ધમકીને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસમાં લાગી
મળતી માહિતી મુજબ દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. VR મોલમાં નોકરી આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, 10-15 મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃહૈદરાબાદનો વિદ્યાર્થી બે અઠવાડિયાથી અમેરિકામાં ગુમ, પરિવારને મળ્યો ધમકીભર્યો ફોન