ગુજરાતટ્રેન્ડિંગ

સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી ધરપકડ

Text To Speech
  • કૈલાશ ભોયાની કાયદેસરની આવક રૂ.2,75,99,747 થતી હતી
  • અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યા
  • તપાસમાં 1.57 કરોડની અપ્રમાણસર મીલકત મળી આવી હતી

સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં સરકારી પગારની આવક કરતાં 56.97 ટકા વધુ અપ્રમાણસરની મિલ્કત ધરાવતાં સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.એલ. ભોયા સામે વડોદરા એ.સી.બી.માં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરની આ ગ્રાન્ટેડ શાળામાં પૂરતા વિદ્યાર્થી ન હોવાથી બંધ કરવા નોટિસ 

અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યા

ગુનો નોંધાયા પછી ભુગર્ભમાં ઉતરી ગયેલાં અધિકારીને વલસાડ ખાતેના તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યા છે. વડોદરા શહેરના અકોટા, નહેરુ પાર્કમાં કરોડો રુપિયાનો આલિશાન બંગલો ધરાવતાં રાજય સરકારના ક્લાસ 1 ઓફિસર કૈલાશ લાહન ભોયા સુરત ખાતે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતા. ભુતકાળમાં વડોદરામાં દોઢ દાયકા સુધી ફરજ બજાવી ચુકેલાં કૈલાશ ભોયાએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચારની રીત રસમો અપનાવીને પોતાના નામે તેમજ પરિવારના સભ્યોના નામે અસ્કયામતો વસાવી હતી. કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગઈ તા.11મી સપ્ટેમ્બર 2020ના રોજ તપાસ શરુ કરવામાં આવી હતી. તેમની નોકરીના કાર્યકાળનો સમય તા.1લી એપ્રિલ 2012થી તા.31મી માર્ચ 2020 સુધીનો નિર્ધારીત ગણીને તેમની આવક અને તેની સામે વસાવેલી મિલ્કતો અંગે તપાસમાં 1.57 કરોડની અપ્રમાણસર મીલકત મળી આવી હતી.

કૈલાશ ભોયાની કાયદેસરની આવક રૂ.2,75,99,747 થતી હતી

એ.સી.બી.ની તપાસ પ્રમાણે કૈલાશ ભોયાની કાયદેસરની આવક રૂ.2,75,99,747 થતી હતી. પરંતુ તેમણે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારની રીત રસમો અપનાવીને પોતાના નામે તેમજ કુટુંબીજનોના નામે સ્થાવર અને જંગમ મિલ્કતો વસાવી હતી. જેમાં તેમણે રૂ.4,33,23,861નું રોકાણ કર્યુ હતુ. એ.સી.બી.એ તેમની તપાસમાં મિલ્કતોના ઠોસ પુરાવા એકત્રીત કર્યા હતા. 31મી ઓગસ્ટ 2024ના રોજ સુરતના ટાઉનિંગ ઓફિસર કૈલાશ ભોયાને નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ હતુ. વડોદરા એ.સી.બી.ના પી.આઈ. એ.એન. પ્રજાપતિ સરકાર તરફે ફરિયાદી બન્યા છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

Back to top button