સુરતનો લાલબત્તી સામાન કિસ્સો ! ચીકું ખાતા-ખાતા બાળકને મળ્યું મોત
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દોઢ વર્ષનો બાળકનું ચીકુ ખાતા-ખાતા મોત થયું છે. બાળકને ચીકુ ખવડાવતા સમયે ઠળિયો ગળી જતા શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. જેના કારણે બાળકનો શ્વાસ રૂંધાતા બાળક બેભાન થઈ ગયું હતું. માતા-પિતા બાળકને લઈને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.
ચીકું ખાતા-ખાતા બાળકનું મોત
મળતી માહીતી મુજબ સુરતના ઉધના કૈલાસ નગરમાં રહેતા સંતોષ નાયક સાડીમાં લેસ પટ્ટી લગાવાનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે તેમના દોઢ વર્ષના પુત્રને ઋષિને તેમના પત્ની બાળકને ચીકુ ખવડાવી રહ્યા હતા, આ દરમિયાન બાળક ચીકુનો ઠળિયો ગળી ગયો હતા. જે બાદ તે બેભાન થઈ ગયો હતો. જેથી તેના માતા-પિતા તાબડતોબ હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
ચીકુનો ઠળિયો શ્વાસનળીમાં ફસાઈ ગયો
સિવિલ હોસ્પિટલના તબીબોએ ચીકુનો ઠળિયો શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ ઘટના અંગે જાણ થતા ઉધના પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી અને અકસ્માતે મોતની નોંધ કરી હતી.
બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો
બાળકને લઈને માતા-પિતાની સામાન્ય બેદરકારી પણ ગંભીર સાબિત થઈ શકે છે. તેનું વધુ એક ઉદાહરણ દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. ગઈ કાલે પણ સુરતમાંથી આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ઘરમાં રમતી વેળાએ એક ચાર વર્ષનો બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામા આવ્યો હતો.
આ પણ વાંચો : ભાવનગર- અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત, કારમાં આગ લાગતા એક ભડથું