સુરતના મહાલક્ષ્મી માર્કેટમાં રૂ. 77 લાખની ચોરીમાં મુખ્ય સૂત્રધાર નોકર ઝડપાયો છે. જેમાં ગેસ કટરથી તિજોરી કાપી હતી. તેમજ ઉત્તર પ્રદેશના તેના ગામમાં ખેતર ખોદી રૂ.50 લાખ દાટી દિધા હતા.
આ પણ વાંચો: ગુજરાત અને મુંબઇના ઓનલાઇન સટ્ટો રમાડતાં બુકીઓ માટે સુરત “સ્વર્ગ” બન્યુ
ચોરીનો પ્લાન ઘડી સાગરીતો મારફતે ચોરીને અંજામ આપ્યો
રિંગ રોડ સ્થિત મહાલક્ષ્મી માર્કેટમાં ગેસ કટરથી તિજોરી કાપી રૂપિયા 77 લાખની ચોરીમાં સલાબતપુરા પોલીસે મુખ્ય સૂત્રધાર નોકરની ધરપકડ કરી હતી. નોકરે જ ચોરીનો પ્લાન ઘડી સાગરીતો મારફતે ચોરીને અંજામ આપ્યો હતો. મળતી વિગતો પ્રમાણે ગત તા. 14 ડિસેમ્બરની રાત્રે રિંગ રોડ સ્થિત મહાલક્ષ્મી માર્કેટમાં આવેલી એકતા એન્ટરપ્રાઇઝ નામની કાપડની પેઢીમાં ચોરી થઇ હતી. સીસીટીવીમાં દેખાતા ચાર શખ્સો ગેસ કટરથી ડિજિટલ તિજોરી આખે આખી કાપીને સાથે લઇ ગયા હતા. તપાસમાં 77 લાખ રોકડા ચોરી થયા હોવાનું બહાર આવતાં સલાબતપુરા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં સામેલ કરાઇ હતી.
આ પણ વાંચો: પતંગના દોરા પર સવાર થઇ યમદૂત ના આવે એ માટે આ સલામતી અનિવાર્ય
આરોપીની પીએસઆઇ કાપડિયા અને તેમની ટીમે ગતરોજ ધરપકડ
પેઢીમાં છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતાં અને ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના વતની અને સુરતમાં રહેતા સૂરજ મિશ્રાએ જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. સૂરજે ચોરીનો પ્લાન સમજાવી ઉત્તરપ્રદેશથી માણસો બોલાવી ચોરીને અંજામ અપાયો હતો. ચોરીની રકમમાંથી ચારેયના ભાગે રૂ. 13-13 લાખ આવ્યા હતા. સૌથી વધુ 22 લાખ રૂપિયા સૂરજે લીધા હતા. સલાબતપુરા પોલીસે આ ચોરીમાં નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર કહો કે પ્લાનર સૂરજ સુરેન્દ્રકુમાર મિશ્રાની પીએસઆઇ કાપડિયા અને તેમની ટીમે ગતરોજ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: વડોદરા: પોલીસે 14 દિવસમાં રૂ.13.58 લાખની ચાઇનીઝ સાથે 7 લોકોની અટકાયત કરી
તપાસમાં તસ્કરો ઉત્તર પ્રદેશની ગેંગ સામેલ હોવાનું ટ્રેસ થયુ
પોલીસ તપાસમાં તસ્કરો ઉત્તર પ્રદેશની ગેંગ સામેલ હોવાનું ટ્રેસ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં ઓપરેશન કરી 17 વર્ષીય સગીર સહિત ચારને પોલીસે દબોચી લીધા હતા. તેઓ જે મકાનમાં રહેતા હતા, તેની આસપાસ આવેલા ખેતરમાં જ ખાડો ખોદી તેમાં ડાટેલા ચોરીના રોકડા 50 લાખ કબજે લેવાયા હતા.