ગુજરાતદક્ષિણ ગુજરાતસ્પોર્ટસ

CWGમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત દેસાઇએ શેર કરી પોતાની લાઈફસ્ટાઇલ,જાણો શું છે ફ્યુચર પ્લાન?

Text To Speech

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( SGCCI ) દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ગુજરાતના સ્પોર્ટ્‌સ, યુથ કલ્ચરલ એકટીવિટીઝ, વોટર રિસોર્સિસ એન્ડ એજ્યુકેશન વિભાગના ભૂતપૂર્વ રાજ્ય મંત્રી નાનુભાઇ વાનાણી ઉપસ્થિત રહયા હતા. આ સમારોહમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ જયવદન બોડાવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે હરમીત દેસાઇ એ જણાવ્યું હતું કે, મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શકિતદુત યોજના શરૂ થઇ હતી. જે અંતર્ગત શરૂઆતમાં તેમણે દર વર્ષે રૂપિયા 1 લાખ મળતા હતા. અને હવે દર વર્ષે રૂપિયા 25 લાખ મળે છે. આથી તેઓ માત્ર રમત ઉપર ફોકસ કરી શકે છે. ગત વખતે ખેલ મહાકુંભમાં હજારો ખેલાડીઓ આવ્યા હતા. જેથી ગુજરાત સ્પોર્ટ્‌સમાં પાવરહાઉસ બની રહેશે એવું દેખાઇ રહયું છે.

CWG
CWG માં સુરતના હરમીત દેસાઇ

યુવાઓને રમત ગમતના ક્ષેત્રે પ્રદાન આપવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ સમારોહમાં હરમીત દેસાઇની જીવનશૈલી પર આધારિત દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે રમતને મિશનના સ્વરૂપે લઇ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામડાઓમાં છેવાડાના યુવાઓની પ્રતિભાને બહાર લાવવા માટે રમતગમત માની એક સ્પોર્ટ્સ માં આખી ઇકો સિસ્ટમ મજબૂત કરી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું કે, હરમીતની જીવનશૈલી પરથી બીજા યુવાન મિત્રો પણ પ્રોત્સાહન લે. અને હરમીતના માતા-પિતાની જેમ પોતાના દિકરા-દિકરીઓને પ્રોત્સાહન આપવા માટે બધા જ વડીલોએ સજ્જ થવું જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે સરદાર ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હતો. ત્યારે હું પણ ટેબલ ટેનિસમાં ચેમ્પિયન હતો. અને તેથી આ રમત માટે મને વિશેષ પ્રેમ છે. હરમીત અને તેમના જેવા મિત્રો રમત ગમતના ક્ષેત્રે આગળ વધતા રહે તેવી શુભેચ્છા તેમણે પાઠવી હતી.તેમણે હરમીતને હવે પછીના ઓલમ્પિકસમાં પણ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરીને સુરતનું શહેરનું જ નહીં પણ આખા ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી.

મેડલ
દેશ માટે સૌથી વધુ મેડલ લાવવાનું સપનું : હરમીત દેસાઇ

SGCCI  દ્વારા હરમીત દેસાઇને સન્માન પત્ર આપી તેમનું ભવ્ય સન્માન આપવામાં આવ્યું. સન્માન પત્રનું વાંચન ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કર્યું હતું. સમગ્ર સમારોહનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

હરમીત દેસાઇએ જણાવ્યું હતું કે, કોઇપણ સિદ્ધી હાંસલ કરવા માટે નસીબ જરૂરી હોય છે. નસીબથી જ એવા માતા–પિતા અને ભાઇ મળ્યા કે જેઓએ મને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડવા સતત પ્રોત્સાહન આપ્યું હતું. ટેબલ ટેનિસમાં આગળ આવવું ખૂબ જ અઘરું હોય છે. ટેબલ ટેનિસની મેચ રમાતી હતી ત્યાં જઇને મારા પિતા હેન્ડી કેમેરામાં રેકોર્ડીંગ કરીને આપતા હતા. અને તેને જોઇને હું પ્રેકટીસ કરતો હતો. છ વર્ષનો હતો ત્યારથી ટેબલ ટેનિસ રમતો હતો. હવે દિવસ દરમ્યાન આઠ કલાક પ્રેકટીસ કરું છું. દેશ માટે સૌથી વધુ મેડલ લાવવાનું સપનું છે. કોમનવેલ્થ પછી હવે ઓલમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવવાનું મારું લક્ષ્ય છે.

જીવનમાં પેશન હોવું જરૂરી છે. ટેબલ ટેનિસ મને ખૂબ જ ગમતું હતું. ત્યારબાદ આગળ વધવા માટે હાર્ડવર્ક પણ એટલું જ જરૂરી છે. 20 વર્ષ બાદ ડિસીપ્લીન અને ડેડીકેશનથી ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યો છું. જીવનમાં ગમે તેટલો મોટો થઇ જઇશ પણ હું કાયમ વિનમ્ર રહીશ. ડિપ્રેશનથી બચવા માટે સવારે મેડીટેશન કરુ છું. અને ગોલ સેટીંગ પર કેવી રીતે કામ કરવું તેના પર ફોકસ કરું છું. હજી સાત આઠ વર્ષ ટેબલ ટેનિસ રમીશ. ભવિષ્યમાં કોચ બનવાની ઇચ્છા ધરાવું છું.

ફ્યુચર પ્લાન
ઓલમ્પિકસમાં ગોલ્ડ મેડલ મેળવવાનું મારું લક્ષ્ય

ગુજરાતીઓ આગળ વધવાનું વિચારે એટલે તેઓ આગળ વધી જ જાય છે. એટલે વિશ્વભરમાં તેઓ બિઝનેસમાં ઘણા આગળ છે. આથી હવે સ્પોર્ટ્‌સની અવેરનેસ વધારવી પડશે. વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહન મળે તે પણ જરૂરી છે. સ્પોર્ટ્‌સને ભણતરમાં સમાવવો જોઇએ. આવું થશે તો જ રિવોલ્યુશન આવશે. અને નાના છોકરાઓ રમતા થશે. ટાઇમ મેનેજમેન્ટથી સ્પોર્ટ્‌સ અને અભ્યાસ બંને વ્યવસ્થિત રીતે કરી શકાય છે. વ્યસનના રવાડે ચડનાર યુવાઓને તેમણે સંદેશો પાઠવ્યો હતો કે, નશો કરવો હોય તો સ્પોર્ટ્‌સ અને બિઝનેસનો કરવો જોઇએ.

Back to top button